સ્પા અને મકાનમાં ચાલતા બે કૂટણખાના ઝડપાયા

રાજકોટ શહેરમાં સ્પા અને રહેણાંક મકાનોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર પોલીસે લાલ આંખ કરી છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલા એક સ્પા અને રેસકોર્સ પાર્ક…

રાજકોટ શહેરમાં સ્પા અને રહેણાંક મકાનોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર પોલીસે લાલ આંખ કરી છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલા એક સ્પા અને રેસકોર્સ પાર્ક જેવા પોશ વિસ્તારના રહેણાંક ફ્લેટમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે અલગ-અલગ દરોડા પાડીને ધમધમતા બે કૂટણખાના ઝડપી પાડ્યા છે. પોલીસે આ બંને સ્થળોએથી કુલ ચાર યુવતીઓને મુક્ત કરાવી છે અને 60 વર્ષીય વૃદ્ધા સહિત બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ,મવડી ચોક સ્થિત શિવમ બિલ્ડિંગમાં આવેલા ’ઓરેન્જ વેલનેસ ફેમિલી સ્પા’માં દેહવ્યાપાર ચાલતો હોવાની ચોક્કસ બાતમી પીઆઈ પી. એન. પઢીયાર અને તેમની ટીમને મળી હતી. બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે પ્રથમ ડમી ગ્રાહક મોકલ્યો હતો. હકીકત સાચી જણાતા સ્ટાફ સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સ્પામાંથી ત્રિપુરાની બે યુવતીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી સ્પાના સંચાલક મહેશ બાબુભાઈ ચૌહાણ (ઉં.વ. 36, રહે. બાવરીયાપરા, રેસકોર્સ રિંગ રોડ, મૂળ ગીર સોમનાથ) ની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપી ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી પેટે રૂૂ. 1,000 અને એક્સ્ટ્રા સર્વિસના નામે રૂૂ. 3,000 વસૂલતો હતો.

તે છેલ્લા ત્રણ મહિનાથી અહીં કૂટણખાનું ચલાવતો હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેની પાસેથી રૂૂ. 4,000 રોકડા અને એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. બીજા એક દરોડામાં અઇંઝઞની ટીમે રેસકોર્સ પાર્કમાં બ્લોક નં. 53 પાસે આવેલા ફ્લેટ નં. 2માં દરોડો પાડી કૂટણખાનું ઝડપી લીધું હતું. અહીંથી સંચાલિકા શિલ્પાબેન ગીરીશભાઈ માણેક (ઉં.વ. 60, રહે. મેહુલનગર શેરી નં. 6, કોઠારીયા રોડ) ની ધરપકડ કરવામાં આવી છે. આ સ્થળેથી રાજકોટની જ બે યુવતીઓ મળી આવી હતી.

પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. સંચાલિકા શિલ્પાબેન ગ્રાહક દીઠ રૂૂ. 1,000 વસૂલી તેમાંથી રૂૂ. 500 યુવતીને આપતી અને બાકીના રૂૂ. 500 પોતે રાખી લેતી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહિલા છેલ્લા પાંચ વર્ષથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મકાન ભાડે રાખીને આ રીતે દેહવ્યાપાર ચલાવતી હતી. જે ફ્લેટમાં દરોડો પડ્યો ત્યાં તે અગાઉ ભાડુઆત તરીકે રહી ચૂકી હતી અને 10 દિવસ પહેલા જ ફરીથી આ ગોરખધંધો શરૂૂ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂૂ. 3,500 રોકડા અને બે મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.