સાયલાના ધમરાળામાં ખેતરમાં કપાસની ગાંસડી પાસે પોટલામાંથી 5.39 કિલો ગાંજો મળ્યો

સાયલા તાલુકાના ધમરાળા ગામની સીમમાં આવેલા સેજકપર વિસ્તારના ખેતરમાં યુવકના કબજા ભોગવટાના ખેતરમાં કપાસની ગાંસડીઓ પાસે પડેલા સફેદ પોટકામાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો. એસઓજીની…

સાયલા તાલુકાના ધમરાળા ગામની સીમમાં આવેલા સેજકપર વિસ્તારના ખેતરમાં યુવકના કબજા ભોગવટાના ખેતરમાં કપાસની ગાંસડીઓ પાસે પડેલા સફેદ પોટકામાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો. એસઓજીની મધરાત સુધી ચાલેલી કાર્યવાહીમાં રૂૂ.2.69 લાખના 5.39 કિલો ગાંજા સાથે યુવકની ધરપકડ કરાઇ હતી.
સાયલા પંથકમાં લીલો અને સૂકો ગાંજો પકડાવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે એસઓજી ટીમે બાતમી મળી હતી કે વેચાણના હેતુથી ગેરકાયદે ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હતો. આ બાબતે પીઆઈ વાય.પી. પટેલ, પીએસઆઇ ઝેડ.એલ. ઓડેદરા, અનિરૂૂધ્ધસિંહ, હિતેષભાઇ સહિતના એસઓજીની ટીમે સરકારી પંચો, તોલાટ અને જરૂૂરી કાર્યવાહી પૂર્ણ કરી રાત્રે ધમરાળા નજીક સેજકપરની સીમમાં આવેલા ખેતર પર રેડ કરી હતી.

જેમાં 18 વર્ષના દેવસંગભાઈ રમેશભાઈ શેખને ઝડપી લીધો હતો. અને વધુ તપાસ દરમિયાન કપાસની ગાંસડીઓ પાસે પડેલા સફેદ પોટકામાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો. એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાતા જપ્ત કરાયેલો પદાર્થ ગાંજો હોવાનું નિશ્ચિત થયું હતું. બાદમાં તોલાટ દ્વારા વજન કરતાં કુલ 5.390 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂૂ.2,69,500 થાય છે. સમગ્ર મુદામાલને કાયદેસરની પ્રક્રિયા મુજબ સીલ કરી કબજે લેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં દેવસંગભાઈએ ખેતર પોતાના કબજા ભોગવટાનું હોવાનું જણાવ્યું હતું. એસઓજીએ ધરપકડ કરી તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું પોલીસના સૂત્ર દ્વારા જાણવા મળ્યો હતો.