ચોટીલા હાઈવે પર કારમાંથી રૂ.3.43 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

ચોટીલા પંથકમાં દારૂૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે ચોટીલા પોલીસે નેશનલ હાઈવે પરથી એક લક્ઝુરિયસ કારમાં…

ચોટીલા પંથકમાં દારૂૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે ચોટીલા પોલીસે નેશનલ હાઈવે પરથી એક લક્ઝુરિયસ કારમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

બનાવની વિગત મુજબ, 14 જૂન, ના રોજ વહેલી સવારે આશરે બે વાગ્યાના અરસામાં ચોટીલા પોલીસની ટીમ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચાણપા ગામ નજીકના બ્રિજ પાસે એક કિયા સેલ્ટોસ કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતી જણાતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી પોલીસે 1038 દારૂૂની બોટલો, રૂૂ.3,13,320 અને 240 બિયર ટીન રૂૂ. 30,000 નો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત દારૂૂની હેરફેર માટે વપરાયેલી કિયા સેલ્ટોસ કાર રૂૂ. 5 લાખ અને બે મોબાઈલ ફોન રૂૂ. 5,000 મળી કુલ રૂૂ. 8,53,320 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગુનામાં પોલીસ દ્વારા રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની રાજેશકુમાર ગુલાબારામ બિશ્નોઈ અને સુનિલકુમાર જયકુમાર બિશ્નોઈ ની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર મુકેશ બિશ્નોઈનું નામ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દારૂૂ ઘુસાડવા માટે બુટલેગરો પોતાની મોડસ ઓપરેન્ડી બદલી રહ્યા છે. મોટા ટ્રક, ક્ધટેટેનર, ટેન્કર, મિની ટ્રક ને બદલે હવે પોલીસને થાપ આપવા માટે ફોરવ્હીલ કારનો ઉપયોગ કરવાનું પ્રમાણ વધ્યું છે, જે આ કેસ પરથી સ્પષ્ટ થાય છે. પકડાયેલ આરોપી તેમજ અન્ય આરોપી સામે સરદારસિંહ બારડે ગુનો નોંધાવી આ સમગ્ર નેટવર્કને તોડવા માટે સઘન પૂછપરછ હાથ ધરી છે.