જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષાવત્તિ કરવા જતી પત્નીને પતિએ લાદી વડે માર માર્યો

જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષા વૃતી કરવા મુદ્દે પતિએ પત્ની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પ્રૌઢાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ…

જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષા વૃતી કરવા મુદ્દે પતિએ પત્ની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પ્રૌઢાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોડીનારના માલસરળ ગામે ઝરીનાબેન સીકંદરભાઇ બાનવા નામના 50 વર્ષના પ્રૌઢા રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં જૂનાગઢ રેલવે સ્ટેશન બહાર હતા. ત્યારે તેના પતિ સીકંદરે ઝઘડો કરી લાદી વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં ઝરીનાબેને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. પતિ સીકંદરભાઇ બોટમાં કામ કરે છે. પુત્રી સાથે ભિક્ષા વૃતી કરવા માટે ઝરીનાબેન જતા હતા. જે પતિને નહીં ગમતા માર માર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે જૂનાગઢ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.