રાજકોટ જીલ્લામાં ભીમઅગિયારસ પૂર્વે ગ્રામ્ય પોલીસે જીલ્લાના અલગ-અલગ પાંચ સ્થળોએ જુગારના મોટા દરોડા પાડીને પોલીસે કુલ 35 જેટલા પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન લાખોની રોકડ, મોબાઈલ અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રથમ દરોડામાં ભાયાવદર, પડવલા, અને માંડાસણ રોડ પર આવેલી સારેણાની સીમમાં ધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં આરીફભાઇ આમદભાઇ મંધરા, મનસુખભાઇ બાવનજીભાઇ મહેતા, ફીરોજભાઇ કારાભાઇ નોયડા, નાનજીભાઇ રાણાભાઇ મુછડીયા, ફિરોજભાઇ હાજીભાઇ નોયડા, ઇકબાલભાઇ ઉમરભાઇ નોયડા, ફિરોજભાઇ હુશેનભાઇ નોયડા અને કરશભાઇ પરબતભાઇ ગોજીયાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી રોકડા રૂૂ. 17,500 અને રૂૂ. 40,000ની કિંમતના 8 નંગ મોબાઈલ મળી કુલ રૂૂ. 57,500નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
બીજો દરોડો આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના જંગવડ ગામની હડીયો સીમમાં ભરતભાઈ રંગાણીની વાડી નજીક કેનાલ કાંઠે જાહેર ખરાબામાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી તીનપત્તીનો જુગાર રમતા 9 આરોપીઓ- અશોકભાઈ બટુકભાઈ બાવળીયા, વિમલભાઈ ખીમજીભાઈ રોજાસરા, રણછોડભાઈ ભીખાભાઈ વાઘાણી, રાજુભાઈ લઘુભાઈ રોજાસરા, શિવુભા કાળુભા રાયજાદા, ભરતભાઈ ધનજીભાઈ રંગાણી, સંજયભાઈ વિરજીભાઈ પરમાર, ભુરાભાઈ કાળુભાઈ ડાભી અને કાળુભાઈ (રહે. જસદણ)ને રોકડા રૂૂ. 1,07,170 તથા અન્ય સામગ્રી મળી કુલ રૂૂ. 1,27,670ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. ત્રીજો મોટો દરોડો લોધિકાના પીરપરડી ગામની તરવાયુ સીમમાં આવેલ સુરપાલસિંહ ઉર્ફે કાનભા જાડેજાની વાડીમાં પાડવામાં આવ્યો હતો. જુગાર ક્લબ ઉપર દરોડામાં પોલીસે વાડી માલિક સુરપાલસિંહ જાડેજા સહિત ગોવિંદભાઈ અરજણભાઈ આંબલીયા, માનણ રણમલભાઈ બુચડ, નિલેશભાઈ નવઘણભાઈ ફાંગલિયા, રાજાભાઈ ઘેલાભાઈ ટારીયા તેમજ બે મહિલાઓ મનીષાબેન રાજેશભાઈ પાલા અને સતીબેન દેવાયતભાઈ ડાંગરની ધરપકડ કરી હતી.
અહીંથી રોકડા રૂૂ. 3,18,900 અને ફોર વ્હીલર વાહન મળી કુલ રૂૂ. 10,27,900નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ભાડલા પંથક બે અલગ-અલગ સ્થળોએથી 10 જુગારીઓ ઝડપાયા છે. જેમાં ચોથા દરોડામાં ભાડલાના ભંડારીયા ગામની અભય વાડી વિસ્તારમાં પાચાભાઇ મેરની વાડી નજીક જાહેરમાં જુગાર રમતા રમેશભાઇ પાચાભાઇ મેર, રાજેશભાઇ સોમાભાઇ, મનજીભાઇ રવજીભાઇ, ભુપતભાઇ નારણભાઇ, અરવિંદભાઇ લવજીભાઇ અને મુકેશભાઇ પાચાભાઇને રોકડા રૂૂ. 5,250 સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે પાંચમા દરોડામાં ભાડલાના જ પારેવાળા ગામની ઉગમણી સીમમાં આવેલી વીડીમાં જાહેરમાં જુગાર રમતા વાધાભાઇ ભોળાભાઇ કોઠારીયા, પ્રવિણભાઇ રધુભાઇ ગાબુ, ભરતભાઇ લાખાભાઇ સાકળીયા અને જયરાજભાઇ લાભુભાઇ રાઠોડને રોકડા રૂૂ. 15,650 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, પોલીસે પાંચેય સ્થળોએથી કુલ રૂૂ. 12,28,720 નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
