જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ જુની સાંકળી ગામે તેમજ પાટણવાવ ગામની સીમ વિસ્તારમા ખેતર માથી રાત્રીના સમય દરમિયાન જણસની ચોરી કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે..
જેતપુર પાટણવાવ ગામની સીમ વિસ્તારમા ખેતરમાં પડેલા કપાસની ચોરીની ઘટનામાં પોલીસે સીસીટીવી ફુટેજ તપાસ કરતા તે દરમ્યાન અલગ અલગ માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા હતા તે દરમ્યાન ચોક્કસ હકિકત મળેલ કે ઉપરોક્ત ચોરીમા ઉપયોગ થયેલ વાહન તથા તેના બન્ને આરોપીઓ મોટાગુંદાળા કેનાલે જતા રોડ ઉપર કોઇ ખેતરમા ફરીથી ચોરી કરવાની ફિરાકમા હોય જેથી હકિકત આધારે બન્ને આરોપીઓને ચોરીમા ઉપયોગ કરેલ વાહન તથા કપાસના વેંચાણથી મેળવેલ રોકડ રૂૂપીયાના મુદ્દામાલ સાથે ધોરાજીના મોટીમારડ ગામના સાગર ચંદુભાઇ બારૈયા અને અર્જુનસિંહ દિલીપસિંહ ગોહિલની ધરપકડ કરી ૠઉં-03-ઇટ-9098 નંબરનો ટ્રક સહીત રૂૂ.3.74 લાખનો મુદામાલ ક્બ્જે કર્યો હતો.
પકડાયેલ બન્ને આરોપીઓ ગ્રામ્ય વિસ્તારમા ખેતરોમા દિવસ દરમ્યાન રેકી કરી ખેતરોમા ખુલ્લામા રાખેલ જણસોની રાત્રીના સમયે પોતાના ઉપરોક્ત વાહનમા આવી જણસોની ચોરી કરી યાર્ડ તથા જીનીંગમા વેંચાણ કરી નાખતા હતા. પી.આઈ એ.એમ.હેરમા સાથે પીએસઆઈ બી.ડી.ઝાલા ,ભુરાભાઇ માલીવાડ, વિપુલભાઇ મારૂૂ, અજીતભાઇ ગંભીર, મનેશભાઇ જોગરાદિયા, મનસુખભાઇ રંગપરા, પ્રદ્યુમનસિંહ વાઘેલાએ કામગીરી કરી હતી.

