33 વર્ષ પૂર્વે બાબરી ધ્વંશનો બદલો લેવા દાઉદ ઇબ્રાહિમના ઇશારે દેશભરમાં આતંક મચાવવાના ઈરાદે રચાયેલા કાવતરામાં જામનગરની સ્પે.કોર્ટનો ચૂકાદો, સંજય દત્તના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલું જજમેન્ટ ધ્યાને લેવાયુ
61 આરોપીમાંથી 15 ભાગેડુ, 11ના મૃત્યુ, 6 ડિસ્ચાર્જ અને 17ને શંકાનો લાભ અપાયો
1992માં બાબરી મસ્જિદ ધ્વંશ થયા બાદ ભારતભરમાં આતંક ફેલાવવાના ઇરાદે મુંબઈના દુબઈ સ્થિત ડોન દાઉદના ઇશારે ભારતભરમાં આતંક અને અરાજાકતા ફેલાવવા માટે જામનગરના પોરબંદર પાસે ગોસાબારા સાગર કાંઠે મોતનો સામાન છઉડ સહિત ખતરનાક હથિયારોનું લેન્ડિંગ કરવાના દેશદ્રોહના ટાડા હેઠળના કેસમાં દાઉદ ઈબ્રાહીમ ગેંગના એક ડઝન સાગરિતોને જામનગર અદાલતે દોષિત ઠેરવી બે સાગરિતને સાત સાત વર્ષ 10 સાગરીતોને પાંચ પાંચ વર્ષની સજા અને દંડ તેમજ મુખ્ય આરોપી હાલ પાકિસ્તાન સ્થિત ડોન દાઉદ ઈબ્રાહીમ સહિત 15ને જાહેર કરાયા છે. અન્ય 17 સાગરિતને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે.
આ અંગેની હકીકત મુજબ, 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંશની ઘટનાનો બદલો લેવાના આશયથી દેશભરમાં આતંક મચાવા અને રમખાણો ફેલાવી દેવાના હેતુથી જે તે વખતે દુબઈ સ્થિત ડોન દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફા આમદ ઉંમર ડોસા ઉર્ફે મુસ્તફા મજનુ શેઠ વગેરેએ સાથે મળી દેશમાં ગેરકાયદે હત્યારો અને વિસ્ફોટક પદાર્થ આરડીએક્સ વગેરે મોતનો સામાન જામનગરના બેડી ગામના હારુન આમદ સંઘાર, કચ્છના સલાયા માંડવીનો ઓસમાણ ઉંમર કારેજા અને મામદ અલીમહમદ ઉર્ફે મમદુ વગેરે મારફતે દરિયાઈ માર્ગે ભારતમાં ઘુસાડવામાં હોવાની હકીકતો ખુલી હતી.
જેમાં દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા મજનુ શેઠે ઉપરોક્ત ત્રણેય શખ્સોને દુબઈ બોલાવે અન્ય ચાર માણસોને મદદમાં સોંપી સેટેલાઈટ ફોન અને આધુનિક ટેકનોલોજી સદા અલ બહાર વહાણમાં પાકિસ્તાનના કરાચી મોકલ્યા હતા. કરાચીથી આ બોટમાં આરડીએક્સ, હેન્ડ ગેનેડનો જથ્થો, 150 જેટલા રાયફલ સહિતના હથિયારો પાકિસ્તાન મરીન સિક્યુરિટી ની મદદથી લોડિંગ કરવામાં આવ્યા હતા. બાદમાં મુસ્તફા મજનુ શેઠે સેટેલાઈટ ટેલિફોનથી અરબી સમુદ્રમાં જવા સૂચના આપી હતી, દરમિયાન અન્ય બે બોટ બિસ્મિલ્લાહ અને બીજી બોટ મારવાન આવી જતા તેમાં સદા અલ બહારમાંથી મોતના સામાનનો અડધો જથ્થો બિસ્મિલ્લાહ બોટમાં ખડકીને દક્ષિણ ભારત તરફના દરિયામાં રવાના કરવામાં આવ્યો હતો.
બાકીનો જથ્થો લઈને સદા અલ બહાર બોટ વેરાવળ પોરબંદરના દરિયા કિનારા નજીક પહોંચી હતી, જેમાં વાયરલેસ સેટ ઉપર મોહમ્મદ કાસમ અને જૂનૂસ ઉર્ફે લોટોનો સંપર્ક કરી રસ્તો ક્લિયર હોવાનો સંદેશો મળતા પોરબંદરના ગોસાબારાના સાગર કાંઠા નજીક બોટ લાંગરવામાં આવી હતી. ત્યાં મોહમ્મદ કાલીઓ, જુનુસ લોટો અને મમ્મુમીયાં પંજુમીયાં સહિતના શખશો હોડકાઓ મારફતે સદા અલ બહાર બોટ ખાતે પહોંચ્યા હતા અને સદા અલ બહાર બોટમાંથી આરડીએક્સ સહિતના હથિયારો મોતના સામાનનું લેન્ડિંગ કરી દરિયાકાંઠે લાવી ટ્રકમાં લોડિંગ કરવામાં આવ્યું હતું, જે સુરત વલસાડ તેમજ ઉત્તર પ્રદેશ તરફ રવાના કરીને સદા અલ બહાર બોટ દુબઈ રવાના થઈ ગઈ હતી.
મુસ્તફા મજનુ શેઠે બોટના કેપ્ટન અને એક ખલાસીને વતન બેડી અને માંડવી સલાયા પરત મોકલી છુપાયેલા રહેવાની સૂચના આપી હતી. આ બંને આરોપીઓ પકડાઈ જતા બાબરી ધ્વંશનો બદલો લેવા દેશભરમાં આતંક અને રમખાણો ફેલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો હતો. જામનગર બી ડિવિઝન પોલીસ મથકમાં એલઆઇસી પીઆઇ ડીજી વાઘેલાએ દાઉદ ઈબ્રાહીમ 10 શખ્સો સામે મુળ ફરીયાદ નોંધાઈ હતી.
આ કાવતરાની સ્થાનિક, સેન્ટ્રલ અને સ્ટેટ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા એક પછી એક કડી મેળવી દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ અને અનીશ ઈબ્રાહીમ સહિત 61 આરોપીઓ સામે ટાડા હેઠળ ગુનો નોંધી 46ની ધરપકડ કરવામાં આવી હતી, તેમના કબ્જામાંથી હેન્ડ ગેનેડસ, એકે સિરીઝની રાઈફલો, કાર્ટીસ, એક ટ્રક, એક મારુતિ વાન, એક એમ્બેસેડર કાર સહિતનો લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે 1993થી 2018 સુધી તપાસ ચાલ્યા બાદ ચાર્જશીટ કરાયું હતું. આ અંગે સરકાર દ્વારા આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજકોટના વરિષ્ઠ વકીલ તુષાર ગોકાણીની નિમણૂક કરવામાં આવી હતી.
આ કેસ જામનગર સ્પેશિયલ ટાડા કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જે દરમિયાન 11 આરોપીઓના મૃત્યુ થતાં તેમની સામેનો કેસ પડતા મૂકવામાં આવ્યો હતો. તેમાં છ આરોપીને ચાલુ કેસમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે 29 આરોપીઓ સામેનો કેસ ચાલતા ફરિયાદી તપાસનીસ દ્વારા રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ, બંને પક્ષ તરફથી રજૂ થયેલી રજૂઆતો તેમજ દલીલો તેમજ ટેકામાં રજૂ થયેલા હાઇકોર્ટના અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લેવાયા હતા. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સંજય દત્તના ટાડા કેસમાં અપાયેલ ચુકાદો ધ્યાને લઈ જામનગર સ્પેશિયલ ટાડા કોર્ટના જજ આર પી. મોગેરાએ મહંમદ સલીમ મીર મોહમ્મદ ઉર્ફે સલીમ કુતા, ઉંમરમિયા ઉર્ફે મમ્મુમીયા ઈસ્માઈલમિયા પંજુમિયા સૈયદને વિવિધ કલમો હેઠળ સાત વર્ષની સખત કેદ અને બાકીના 10 આરોપીને પાંચ પાંચ વર્ષની સજા અને દંડ, જ્યારે 17 સાગરીતોને શંકાનો લાભ આપી થોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પીપી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, સહયોગમાં જામનગરના જીલ્લા સરકારી વકિલ જમનભાઈ ભંડેરી, રીપન ગોકાણી, ઉઝેર કુરેશી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, હિરલ નિમાવત અને જયદેવસિંહ જાડેજા રોકાયા હતા.
દોષિત આરોપીઓ
ઓસમાણ ઉમેર કોરેજા
મામદ અલીમામદ ઉર્ફે મમદુ
હારુન આમદ સંઘાર
અહમદ ઇસ્માઇલ ઓલીયા
આરીફ અબ્દુલરહેમાન ઉર્ફે આરીફ લંબુ
ઇસ્તીયાક અહેમદ મહમદ યુનુસ અંસારી
મહમદ અયુબ અબ્દુલ ક્યુમ અંસારી
લખમણ હરદાસ આહીર
સલીમ મીરમહમદ ઉર્ફે સલીમ કુતા
ઉમરમીયા મમુમિયા ઇસ્માલમીયા
ઇસ્તીયાક અહેમદ યુનુસ અંસારી
કાદિર અહેમદ શેખ
ભાગેડુ આરોપીઓ
દાઉદ ઇબ્રાહીમ શેખ
મહમદ આમદ ઉમર ડોસા
યુનસ ઉર્ફે જનસ ઉર્ફે લોટો ઉર્ફે
ફારૂક હુસેન ઉમર રાઠોડ
ટોની કેરેલીયન
જુનુસ ચીકણા
અનવર સાંભા
ફિરોઝ અબ્દુલ રહેમાન
અફઝલ દાઉદભાઈ મેમણ
ગફાર ઉર્ફે રાજા
હાજી એહમદ ઈબ્રાહીમ
ઇબ્રાહીમ અબ્દુલ રઝાક ઉર્ફે ટાઈગર મેમણ
અનીશ ઇબ્રાહીમ કાસકર
શેખ શકીલ મયુદીન ઉર્ફે છોટા શકીલ
અબ્દુલ સતાર અબ્દુલ રહીમ પંજા
અનીશ મહમદ ઉર્ફે અનીશ લંબુ
ઝડપાયેલા 46 આરોપી
ઓસ્માણ ઉસ્માન ઉમર કોરેજા
મામદ અલીમામદ મમદુ રે. સલાયા
હારૂન આમદ સંધાર (વાઘેર)
લાલજી હરજી કાલીઓ બાલી
અમીર અલી સદરૂદીન ખોજા
અબ્દુલ રફીક વલીમામદ
દાઉદ સીદીક
ઇબ્રાહીમ જલારખાન
અલી અસગર સૈફુદીન
યુસુફ ઇસ્માઇલ
ગુલામ ચીસ્તી સુલેમાન
ઇકબાલ અબ્દુલ હસન સૈયદ
મહમદ હનીફ ઉર્ફે રાજુ ઉર્ફે રોશન ઉર્ફે સાગર
અલાબક્ષ અબ્દુલ કાદર
એહમદ ઇસ્માઇલ ઓલીયા
મહમદ ઇકબાલ અબ્દુલગની મન્સુરી
જાકુબ ઉર્ફે જાકબ બાવા પઢીયાર
સલીમ આઝમ લાલા રાંદેર
ઈસ્માઇલ સાલે બાફણ ભૂજ
સુજાતમિયા બચુમીયા સૈયદ માંગરોળ
ચુનીલાલ ઉર્ફે ચુનીયો દેવજી ખારવા
ઉસ્માનગની ઉર્ફે મુન્ના અબ્દુલા નુરમામદ અબ્દુલા મરચન્ટ
અબ્દુલ હમીદ અબ્દુલ મજીદ શેખ
આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ મેમણ
અબ્દુલ કલામ અબ્દુલ એજાજ અન્સારી
ઈફતેખાર મહમદ યુનુસ અન્સારી
ચંદ્રકાત ઉર્ફે ચંદ્ર ઉર્ફે સોહન ઈશ્વરલાલ આચર્ય
મહમદ અયુબ અબ્દુલ કયુમ ઉર્ફે અયુબ ટકલો
સલમાન ઇસ્માઈલખાન મન્સુરી
મહમદ આરીફ ઉર્ફે આરીફ મોટા અબ્દુલ રહેમાન શેખ
મહમદ સફી મહમદ યુસુફ સૈયદ ઉર્ફે સફી અરસી
આહેર લખમણ હરદાસ
આહેર મારખી પુજા
મહમદ સલીમ મીરમહમદ ઉર્ફે મીરા મોહીદીન શેખ ઉર્ફે સલીમ કુતા
અબ્દુલ કયુમ નીઝામદીન શેખ ઉર્ફે કયુમ સજની
મહમદ કાસમ લોજપરીયા ઉર્ફે ચાચા ઉર્ફે મીકેનીક ઉર્ફે કાલીયા
રામા ગીગા મેર રાતડી
ઉમરમીંયા ઉર્ફે મમુમીયા
ઈસ્માઈલ જુમ્મા ઢીમર
મુસ્તુફા મજનુ ઉર્ફે શેઠ
એઝાઝ ઉર્ફે જાકીર પઠાણ
ઈઝરૂલહક ઈઝ શેખ
અમીર ગુલામહુશેન
ઇસ્તીયાક અહેમદ મહમદ યુનુસ અંસારી
જુસબમીયા ઉર્ફે દાદલીમીયા ઈસ્માઇલમીયા ઉર્ફે પંજુમીયા સૈયદ
કદીર અહેમદ અમીર અહેમદ શેખ ઉર્ફે કદર હાજી શેખ
