જામકંડોરણા-ભાયાવદર રોડ છેલ્લા ત્રણ વર્ષથી બિસમાર હાલતમાં, તંત્ર નિદ્રાધીન

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી ભાયાવદર અને જામકંડોરણા તરફ જતો આશરે 14 કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ત્રણ ક્લરીયા અને…

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી ભાયાવદર અને જામકંડોરણા તરફ જતો આશરે 14 કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ત્રણ ક્લરીયા અને ભાખ ગામોને જોડતો આ મહત્વનો માર્ગ હાલ ખાડાઓમાં તબદીલ થઈ ગયો છે, છતાં આજદિન સુધી કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી આ માર્ગની હાલતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, રોજગારી માટે જતા ખેડૂતો અને ઈમરજન્સી આરોગ્ય સેવાઓ માટે જતા દર્દીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓ માટે ખતરનાક સફર રસ્તાની ખરાબ હાલતને કારણે નાના બાળકોને રોજ સ્કૂલ પહોંચવું જોખમી બની ગયું છે. અકસ્માતની ભીતિ સતત વધતી જાય છે. ખેડૂતો માટે મુશ્કેલીભર્યો માર્ગ ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં સમય અને ખર્ચ બંને વધતા જાય છે, જેના કારણે કૃષિ કાર્ય પર સીધી ઈમરજન્સી સેવા પર અસર પડી રહી છે.

આ માર્ગ પર એમ્બ્યુલન્સ અને અન્ય તાત્કાલિક સેવાઓ સમયસર પહોંચી શકતી નથી, જેનાથી જીવને જોખમ ઊભું થઈ રહ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અનેકવાર રજૂઆતો કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય અને સાંસદ તરફથી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે ગુજરાત અને કેન્દ્રમાં એક જ સરકાર હોવા છતાં પણ શું આ ગામોના લોકો ભારતના નાગરિક નથી? લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવામાં આવે અને જનતાની મુશ્કેલીઓનો અંત લાવવામાં આવે કે કેમ એ મોટો પ્રશ્ન છે.