ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં બે અકસ્માત: ત્રણનાં મોત

Published

on

સુરેન્દ્રનગર જિલ્લામાં બે અકસ્માતની ઘટનામાં બે મહિલાઓ અને એક બાળકનું મોત નિપજ્યું હતું અને છ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જેમાં સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જ્યારે વઢવાણ રોડ પર બસ સ્ટેન્ડ પાસે ડમ્પર ચાલકે ચાર લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


જેમાં અકસ્માતના પ્રથમ બનાવમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક મહિલા સહિત એક બાળકનું મોત નિપજ્યું હતું. સુરતથી જસદણ પાસે આવલું દહીસરા ગામે માતાજીના દર્શને જઈ રહેલા પરિવારને ગોઝારો અકસ્માત નડયો હતો.


જેમાં સાયલા ચોટીલા હાઇવે પર આઇસર અને રિક્ષા વચ્ચે મોડલ સ્કૂલ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સાયલા સરકારી હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં મૃતકમાં 1 મહિલા તેમજ 3 મહિનાના બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.


જ્યારે સુરેન્દ્રનગર પાસે ડમ્પરની અડફેટે એક મહિલાનું મોત નિપજ્યું હતું. જેમાં વઢવાણ રોડ પર બસ સ્ટેન્ડ પાસે ડમ્પર ચાલકે ચાર વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સદભાવના ટ્રસ્ટમાં ડિવાઇડર પર પાણી પીવડાવતા મજૂરોને અકસ્માત નડ્યો હતો. જેમાં અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની વણઝારના પગલે બે મહિલાઓ અને એક બાળકનું મોત નિપજ્યું હતું અને છ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version