આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની જીતથી શેરબજારમાં આતશબાજી, સેન્સેક્સ 80,500ને પાર, રૂપિયો ઊંધા માથે

Published

on

નિફ્ટીમાં 300થી વધુ પોઇન્ટનો ઉછાળો

અમેરિકાના ચૂંટણી પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પની લીડને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના અંતે આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. રોકાણકારોની મૂડીમાં પણ ચાર લાખ કરોડ રૂૂપિયાનો વધારો થયો છે. રૂપિયો ડોલર સામે 15 પૈસા તૂટીને 84.25ના નવા તળીયે પહોંચ્યો હતો.


સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખૂલ્યા બાદ બપોરે 2:30 કલાકે 1100 પોઈન્ટ ઉછળી 80,559ના સ્તરે પહોંચ્યો હતો. જે 11.04 વાગ્યે 469.98 પોઈન્ટના ઉછાળે 79945.41 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 13 શેર્સ ઘટાડા તરફી અને 17 શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી 50 324 પોઈન્ટ ઉછાળે 24,537ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે 30 શેર્સ ગ્રીન ઝોનમાં અને 20 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઇજઊ ખાતે ટ્રેડેડ 3839 સ્ક્રિપ્સ પૈકી 2693 શેર્સમાં સુધારે અને 998 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 185 શેર્સ વર્ષની નવી ટોચે, જ્યારે 309 શેર્સમાં અપર સર્કિટ વાગી છે. આ સિવાય 137 શેર્સમાં લોઅર સર્કિટ અને 11 શેર્સમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું છે.


ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત સાથે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. આઈટી ઈન્ડેક્સ 3.30 ટકા ઉછાળે જ્યારે ટેક્નોલોજી ઈન્ડેક્સ 2.61 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. ટેક્નોલોજી શેર્સમાં ઈન્ડસ ટાવર સિવાય તમામ 24 સ્ટોક્સમાં 5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. મેટલ ઈન્ડેક્સ 0.22 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. એનર્જી, પીએસયુ, રિયાલ્ટી, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version