ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી વધારો પાછો ખેંચવા માટે NSUI તરફથી આવેદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી 500 રૂપિયામાંથી વધારીને 1500 રૂપિયા કરાયાના કારણે આર્થિક રીતે કમજોર અને મર્યાદિત સંસાધનો સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ વધ્યો છે. NSUI ગુજરાત પ્રદેશ મંત્રી અંકિત સોંદરવાએ આ મુદ્દે કડક વિરોધ વ્યક્ત કર્યો છે અને યુનિવર્સિટી પ્રશાસનને નમ્ર અપીલ કરી છે કે, PHD રજીસ્ટ્રેશન ફીમાં આ વધારો પરત ખેંચી વિદ્યાર્થીઓને રાહત આપવી જોઈએ.
વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને NSUI માંગ કરે છે કે ફી માળખું પહેલા જેવું જ રાખવામાં આવે, જેથી કોઈપણ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસમાં મુશ્કેલી ન પડે.
હાલ સૌરાષ્ટ્રમાં વેકેશન હોવાને કારણે કુલપતિ સાહેબ અને રજીસ્ટર સાહેબ ને મેલ દ્વારા રજૂઆત કરવામાં આવી.