અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારોમાંજબરદસ્ત તેજી જોવા મળી છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો મોટો ઉછાળો નોંધાયો છે. આજે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારો ગદગદિત થઈ ગયા હતા
ભારતીય શેરબજારમાં પણ શાનદાર શરૂઆત થઇ છે. આજે બીએસઈ સેન્સેક્સ જબરદસ્ત ગેપ-અપ ઓપનિંગ સાથે ખૂલ્યું હતું. જોકે આજે સેન્સેક્સ 76,725.27 પર ઓપન થયો હતો અને જોતજોતામાં તેણે 76,821.07 ની હાઈ સપાટીને સ્પર્શી લીધી હતી. અગાઉના બંધ (75,527.95) ની સરખામણીએ બજારમાં સતત બુલિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે કુલ 1294 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 50 પણ આજે રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે અને 24,000 ની સાયકોલોજિકલ સપાટીની બિલકુલ નજીક પહોંચી ગયો છે. સમાચાર લખવા સુધીમાં નિફ્ટી ઇન્ડેક્સ 1.37% ના વધારા સાથે +324.45 પોઇન્ટ ઉછળીને 23,947.35 પર કામકાજ કરી રહ્યો છે. જોકે આજે નિફ્ટી 23,984.85 પર ખૂલ્યા બાદ થોડી જ વારમાં 24,011.40 ની દૈનિક હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. નિફ્ટીમાં કુલ 389 પોઈન્ટની તેજી આવી હતી.
બજારમાં તેજી વચ્ચે, BSE લાર્જકેપ ઇન્ડેક્સ ધરાવતી તમામ 30 કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા. સૌથી નોંધપાત્ર વધારો ઇન્ડિગો (4.05%), L&T (3.60%), બજાજ ફાઇનાન્સ (3.56%), ઇટરનલ (3.40%) અને અદાણી પોર્ટ્સ (3.80%) માં જોવા મળ્યો.
સેન્સેક્સ અને નિફ્ટીમાં આ વિસ્ફોટક તેજીના સંકેતો આંતરરાષ્ટ્રીય બજારોમાંથી પહેલાથી જ બહાર આવી ચૂક્યા હતા. હકીકતમાં, યુએસ-ઈરાન સોદાના સમાચારથી ટ્રેડિંગની શરૂઆતમાં એશિયન શેરબજારોમાં ભારે ઉછાળો આવ્યો. જાપાનનો નિક્કી 3,500 પોઈન્ટથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, હોંગકોંગનો હેંગ સેંગ 130 પોઈન્ટ વધ્યો હતો અને દક્ષિણ કોરિયાનો KOSPI 430 પોઈન્ટ વધ્યો હતો. વધુમાં, GIFT નિફ્ટી ઇન્ડેક્સ – જે સેન્સેક્સ અને નિફ્ટીની ગતિવિધિ માટે મુખ્ય સૂચક માનવામાં આવે છે – 400 પોઈન્ટથી વધુ વધીને 24,000 ના આંકને પાર કરી ગયો.
