ટ્રમ્પે જિનપિંગના કર્યા ભરપૂર વખાણ: મુલાકાત થતાં જ કહ્યું, ‘તમે અદ્ભુત નેતા છો’

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વના તેમજ ચીનમાં તેમને મળેલા ભવ્ય સ્વાગતની ખૂબ પ્રશંસા કરી છે. વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચેના સંબંધોને…

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વના તેમજ ચીનમાં તેમને મળેલા ભવ્ય સ્વાગતની ખૂબ પ્રશંસા કરી છે. વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચેના સંબંધોને ઉત્તમ ગણાવતા તેમણે કહ્યું કે, ચીન સાથેના સંબંધો પરસ્પર સન્માન પર આધારિત છે. ટ્રમ્પે આ ટિપ્પણી ‘એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન’ (APEC) શિખર સંમેલન દરમિયાન કરી હતી. આ સાથે જ, તેમણે આ સંમેલન દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની પ્રસ્તાવિત ત્રિપક્ષીય બેઠક અંગે પણ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

APEC આર્થિક નેતાઓની બેઠકને સંબોધતા, ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચીનના ફર્સ્ટ લેડી પેંગ લિયુઆનનો તેમના આતિથ્ય બદલ આભાર માન્યો હતો. તેમણે ચીનમાં મળેલા સ્વાગત અને ત્યાં કરવામાં આવેલી વ્યવસ્થાઓને અદ્ભુત ગણાવી હતી.