Site icon Gujarat Mirror

RR માટે મુશ્કેલી, સંજૂ સેમસન હજુ અનફિટ

રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી અને ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. હવે એવામાં રાજસ્થાન રોયલ્સ પર વધુ એક સંકટનો વાદળ ઘેરાઈ ગયા તેવું લાગે છે. વાત એમ છે કે, સંજુ સેમસન હજુ સુધી સંપૂર્ણપણે ફિટ થયો નથી અને તેની ફિટનેસને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
રાજસ્થાનના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, સંજુની ફિટનેસ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.

દ્રવિડે બીજું એ પણ કહ્યું કે, સેમસનને બોડી સ્કેન માટે મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. રિપોર્ટના આધારે જ દ્રવિડ અને રાજસ્થાન ટીમ મેનેજમેન્ટ સેમસનના રમવા અંગેનો નિર્ણય લેશે. જો સેમસન આ મેચ માટે ફિટ નહીં થાય તો રાજસ્થાનને ફરીથી કેપ્ટનશીપ બદલવી પડી શકે છે. આવી સ્થિતિમાં, કેપ્ટનશીપની જવાબદારી ફરીથી રિયાન પરાગના ખભા પર આવી શકે છે. આ સિઝનની શરૂૂઆતમાં પણ રિયાન પરાગે 3 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, ટીમ પહેલી બે મેચ હારી ગઈ હતી પરંતુ ત્રીજી મેચ જીતી ગઈ હતી.

Exit mobile version