Site icon Gujarat Mirror

“હવે સમય આવી ગયો છે”, સેહવાગે રોહિતની નિવૃત્તિ પર ઉઠાવ્યો સવાલ

વર્તમાન IPL સીઝનમાં રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે

વિરોધી બોલરો સામે દહેશત ફેલાવનાર પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે હાલમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી રોહિત શર્માની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂક્યું છે. સેહવાગના મતે, રોહિત માટે હવે નિવૃત્તિ વિશે વિચારવાનો સમય આવી ગયો છે, ખાસ કરીને IPL ના ફોર્મેટને લઈને. ક્રિકબઝ સાથેની વાતચીતમાં સેહવાગે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં જો તમે રોહિત શર્માના આંકડા જુઓ તો તેણે ફક્ત એક જ વખત 400 થી વધુ રન બનાવ્યા છે. એવી સ્થિતિમા હવે તેને વિચારવું જોઈએ કે શું તે હજુ પણ ઝ20 ફોર્મેટ માટે યોગ્ય છે કે નહીં.

સેહવાગે રોહિતની ઈચ્છાશક્તિ પર પણ પ્રશ્ન ઊભો કર્યો અને જણાવ્યું કે, જો રોહિતે ખરેખર વિચાર્યું હોત કે IPL માં તેણે 500 કે 700 રન બનાવવા છે, તો તે ચોક્કસપણે કરી શકતો. પણ તે દિશામાં તે દૃઢ પ્રતિબદ્ધ દેખાતો નથી.
રોહિત શર્માનું વર્તમાન IPL સિઝનનું પ્રદર્શન પણ તેની નિરાશાજનક સ્થિતિ દર્શાવે છે. તેણે અત્યાર સુધીમાં અનુક્રમે 0, 8, 13, 17, 18 અને 26 રન બનાવ્યા છે. આ પદ્ધતિથી તે ન તો પોતાની ટીમ માટે મક્કમ શરુઆત આપી રહ્યો છે ન તો પોતાની પ્રતિષ્ઠાને યોગ્ય રીતે સાચવી શક્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે પાંચ IPL ટાઇટલ જીતાડનારા રોહિત શર્મા માટે આ સમય થોડો પડકારભર્યો સાબિત થઈ રહ્યો છે. જોકે, તેમનું IPL માં નોંધપાત્ર યોગદાન રહેલું છે, પણ સતત નબળા દેખાવને લીધે હવે તેમના નિવૃત્તિ વિશે ચર્ચાઓ તેજ બની રહી છે સેહવાગની આ ટિપ્પણી ભશિભસયિં વિશ્વમાં એક મોટી ચર્ચાનો વિષય બની ગઈ છે .

Exit mobile version