Site icon Gujarat Mirror

જામનગરમાં ત્રીપલ અકસ્માત; બે બાઈક સવાર, રિક્ષામાં બેઠેલી ત્રણ મહિલા ઇજાગ્રસ્ત

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર -6 માં ગઈકાલે મોડી સાંજે એક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મુખ્ય રોડ પર એક કાર આવી રહી હતી, જે દરમિયાન સામે એક રીક્ષા આવી જતાં કાર ચાલકે એકાએક કારને બ્રેક મારી દીધી હતી, જે દરમિયાન આડા રોડ પરથી પૂરપાટ ઝડપે આવી રહેલો એક બાઈક ચાલક રીક્ષા સાથે ટકરાઈ ગયો હતો, જે ટક્કરમાં બાઈક નું પડીકું વળી ગયું હતું, ઉપરાંત રિક્ષા પણ માર્ગ ઉપર પલટી મારી ગઈ હતી.
જે અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી બે આધેડ મહિલાઓ અને એક યુવતી સહિત ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા, જયારે બાઈક સવાર બે યુવાનો પણ ઘાયલ થયા હતા, અને તે પાંચેયને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ સમયે માર્ગ પર એક વેપારી કે જે પોતાની દુકાન ભહાર ઉભો હતો, પરંતુ થાંભલા ને લીધે તે બચી ગયો હતો, અને તેના પગ પાસે જ બાઈક અને રીક્ષા અથડાઈને પડ્યા હતા. જ્યાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગેનો વિડીયો ગઈકાલે રાત્રે થી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અકસ્માતમાં બાઈક સવારની ઓવર સ્પીડ ના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

Exit mobile version