Site icon Gujarat Mirror

મોરબીમાં ક્રિષ્ના પાર્કના દબાણો દૂર ન કરવા પાછળ રાજકીય દબાણની ચર્ચા

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તંત્રએ જાહેર માર્ગો પર દબાણો દુર કરી રસ્તા મોટા કરવાની અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અભિયાન શરુ કર્યું હતું જેની શરૂૂઆતમાં તો ખુબ સરાહના થઇ હતી અને જાહેર માર્ગો પરના દબાણો પણ દુર કરવામાં આવતા હતા જોકે હવે સમય વીતી રહ્યો છે તેમ આ કામગીરી માટે નાટક સમાન બની રહી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે મોરબી મહાપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત ડીમોલીશન કામગીરી કરવામાં આવી રહી છે.

અને સત્તાવાર સોશ્યલ મીડિયા ગ્રુપમાં માહિતી આપી કામગીરીનું કવરેજ કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે જેથી આજે પણ સમય આપ્યા મુજબ 9 : 30 કલાકે મનપા ટીમ ડીમોલીશન કરવા વાવડી રોડ પર પહોંચી ગઈ હતી અને ક્રિષ્ના પાર્ક પાસે કામગીરી કરવાની હતી પરંતુ મનપા ટીમે ડીમોલીશન શરુ કર્યું ના હતું અને ડીમોલીશન શરુ કેમ નથી કરવામાં આવી રહ્યું તે અંગે એન્જીનીયર શુભમ પટેલે ગોળગોળ જવાબ આપ્યો હતો જેથી પત્રકારોને કોઈ સંતોષ થયો ના હતો
આખરે ચાર કલાક બાદ ડીમોલીશન કરવામાં આવ્યું હતું.

ડીમોલીશન કામગીરીનો ફિયાસ્કો શબ્દ પણ એટલા માટે વાપરવો પડ્યો છે કારણકે માત્ર બે ઓરડી અને બાંધકામનો વેસ્ટ આટલું હટાવવા માટે મનપાની ટીમના 15-20 માણસો કામગીરી કરવા ગયા હતા અને ચાર કલાક સુધી કોઈ કામગીરી જ થઇ ના હતી જેથી રાજકીય દબાણ હતું કે અન્ય કાઈ તે સ્પષ્ટ થયું નથી તો નોટીસ આપવામાં આવી હતી કે નહિ તેના જવાબમાં એન્જીનીયરે જણાવ્યું હતું કે ગાળા માર્ગ પર દબાણ અંગે અરજી મળી હતી જાહેર માર્ગો પર દબાણ હોય તો તેમાં નોટીસ વિના કામગીરી કરી સકાય છે જોકે આટલો વિલંબ કેમ થયો તેનો સંતોષકારક જવાબ આપી શક્યા ના હતા

Exit mobile version