ગુજરાત

બાર એસો.માં ત્રિપાંખિયો જંગ; સમરસ પેનલે પણ નોંધાવી ઉમેદવારી

Published

on


રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે જાણીતા ધારાશાસ્ત્રી પરેશ મારુની સમરસ પેનલ દ્વારા આજે બપોરે 12:39 કલાકે વિજય મૂહુર્તમાં ફોર્મ્સ રજૂ કરી ઉમેદવારી નોંધાવી છે.


શહેરમાં જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર ખાતે નવી કોર્ટ બિલ્ડિંગમાં પ્રથમવાર બાર એસોસિએશન ચૂંટણી 2025 યોજાનાર છે, ત્યારે ગઈકાલે કાર્યદક્ષ અને એક્ટિવ પેનલ દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરાયા બાદ આજે સમરસ પેનલના પ્રમુખના દાવેદાર પરેશ મારું સહિત હોદ્દેદારો અને કારોબારીમાં ઉમેદવારી રજૂ કરી છે તેમાં બાર એસોસિયેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. સમરસ પેનલમાંથી આજે પ્રમુખપદે પરેશભાઈ મારુ, ઉપપ્રમુખપદે સુમિત વોરા, સેક્રેટરીપદ માટે કેતન દવે, જોઈન્ટ સેક્રેટરીમાં ગિરિરાજસિંહ જાડેજા, ટેઝરરમાં પંકજ દોંગા અને લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ વગેરેએ ઉમેદવારી નોંધાવી છે.

જ્યારે મહિલા અનામત કારોબારી સભ્યમાં પ્રગતિબેન માકડીયા, અન્ય નવ કારોબારી સભ્યોમાં પરેશ પાદરીયા, કિશન વાલવા, અશ્વિન રામાણી, રવિ વાઘેલા, સંજય ડાંગર, તુષાર દવે અને અતુલ જોષીનો સમાવેશ થાય છે. ચૂંટણીના આજે ફોર્મ ભરવાની મુદત સાંજે પૂરી થઈ રહી છે, ત્યારે આ વર્ષે બકુલ રાજાણીની એક્ટિવ પેનલ, દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ અને પરેશ મારુંની સમરસ પેનલ મળી કુલ 48 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત કેટલાક સ્વતંત્ર ઉમેદવારોએ પણ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે.

કુલ 55 થી 60 જેટલા ફોર્મ ભરાયાનું જાણવા મળેલ છે. આજે સાંજે પાંચ વાગ્યે ફોર્મ ભરવાનો સમય પૂરો થતો હોય ત્યારબાદ તા. 10ની સાંજ સુધીમાં ફોર્મ પરત ખેંચવાની મુદત આપવામાં આવી છે. ફોર્મ પરત ખેચાયા બાદ તારીખ 11ની સાંજે 5:00 કલાકે આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જોકે ફોર્મ પરત ખેંચાવાની શક્યતા નહિવત છે. કારણ કુલ ત્રણ પેનલ વચ્ચે જ હરીફાઈ જંગ જામ્યો છે, ત્યારે પેનલોની વચ્ચેની હરીફાઈ નક્કી મનાય છે તારીખ 20 મી મતદાન થયા બાદ મોડી રાત સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે.

નોટરી અતુલ જોશીએ પ્રમુખ પદે નોંધાવી ઉમેદવારી
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી દર વર્ષે ચર્ચામાં રહે છે. ત્યારે વર્ષની ચૂંટણીની તારીખ જાહેર થતા ભાજપ પ્રેરિત વકીલો દ્વારા જુદી જુદી ત્રણ પેનલ ચૂંટણી મેદાનમાં આવી છે. ત્યારે આ ચૂંટણીમાં ચોપાખીયો જંગ થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. એક્ટિવ, કાર્યદક્ષ અને સમરસ પેનલના ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા બાદ નોટરી અતુલ મોહનલાલ જોશીએ આજ રોજ પ્રમુખ પદના ઉમેદવાર તરીકે રાજકોટ રાજકોટ બાર એસોસનમાં પોતાની ઉમેદવારી નોંધાવતા ચૂંટણીનો જંગ જામ્યો છે.

એક્ટિવ પેનલના ઉપપ્રમુખ પદે પતિ નીરવ પંડ્યા બાદ પત્ની હર્ષાબેને મહિલા અનામતમાં ઝંંપલાવ્યું
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પ્રેરિત વકીલોની બે પેનલો આમને સામને ચૂંટણી જંગમાં જંપલાવી રહી છે. ત્યારે આ વર્ષની ચૂંટણીમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા પોતાની એક પણ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી નથી ત્યારે વકીલોની ત્રણ પેનલ સ્વતંત્ર રીતે ચૂંટણી મેદાનમાં આવી છે. જેમાં વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલમાં ઉપપ્રમુખ પદે એડવોકેટ નિરવ પંડ્યાએ ગઈકાલે ઉમેદવારી નોંધાવી હતી. નિરવ પંડ્યાએ ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવ્યા બાદ એક્ટિવ પેનલમાં મહિલા અનામત પદે ઉપપ્રમુખ પદના ઉમેદવાર નીરવ પંડ્યાના પત્ની હર્ષાબેન પંડ્યાએ ઉમેદવારી નોંધાવતા સિનિયર જુનિયર વકીલોએ પંડ્યા દંપતીને શુભેચ્છા પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version