Site icon Gujarat Mirror

રાજકોટના યુવાનને છરી બતાવી અપહરણ કરી લૂંટનાર ત્રિપુટી ઝડપાઈ

યુવક અમદાવાદ ગયો ત્યારે ત્રિપુટીએ છરી બતાવી અમેરિકન ડોલર સહિત 40 હજારની મતા લૂંટી લીધી હતી

અમદાવાદ ખાતે આવેલો રાજકોટનો યુવક રોકાવા માટે રાત્રીના સમયે હોટલ શોધતો હતો, ત્યારે એક શખ્સે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે તેની પાસે જઇને રૂૂ. 10 માંગીને ચપ્પુ બતાવ્યું હતું. બાદમાં રિક્ષામાં અજાણ્યા ત્રણ શખ્સોએ આવ્યા હતાં અને યુવકનું અપહરણ કરીને રિક્ષામાં મોબાઇલ, અમેરિકન ડોલર સહિત કુલ રૂૂ. 40 હજારની મત્તા લૂંટીને કાંકરિયા તરફ અંધારામાં ઉતારીને નાસી ગયા હતાં. યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા ઝોન-6 એલસીબીની ટીમે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતા સિફતેનરઝા શોહરવદી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 9 ફ્રેબ્રુઆરીએ તે કંપનીના કામ અર્થે સિધ્ધપુર ગયો હતો. કામ પૂર્ણ કરીને તે સિધ્ધપુરથી એસટી બસમાં ગીતામંદિર આવ્યો હતો. જ્યારે રાત્રીના સમયે રાજકોટ જવા બસ ન મળતા ગીતામંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલ હોટેલમાં રોકવા ગયો પરંતુ રૂૂમ બરોબર ન હોવાથી તે ચાલતો ગીતા મંદિર બસ સ્ટેન્ડ ચાર રસ્તા તરફ જતો હતો ત્યારે રસ્તામાં એક શખ્સ તેની પાસે આવ્યો હતો તેને રૂૂ. 10 માંગીને ચપ્પુ બતાવ્યું હતું.
જેનાથી યુવક ગભરાઇ ગયો હતો. આ દરમ્યાન એક રિક્ષા લઇને ત્રણ અજાણ્યા શખ્સો આવ્યાં હતાં. બાદમાં ચારેય શખ્સોએ યુવકનું અપહરણ કરીને રિક્ષામાં બેસાડીને કાંકરિયા તરફ લઇ જઇને મોબાઇલ રોકડા રૂૂ. 15 હજાર અને 40 ડોલર તેમજ અન્ય સામાન થઇને કુલ રૂૂ. 40 હજારની મત્તા લૂંટીને યુવકને કાંકરિયા તળાવ પાસે અંધારામાં ઉતારીને નાસી ગયા હતા.

યુવકે પોતાની સાથે લૂંટ થઈ હોવા અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા ઝોન-6 એલસીબીની ટીમે રિક્ષા નંબરના આધારે 24 કલાકમાં જ આનંદ વાઘેલા, વિપુલ મકવાણા, સમીર મકવાણાને ગણતરીના કલાકોમાં કાંકરિયા પાસેથી ઝડપી પાડીને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ફરાર એક આરોપીની શોધખોળ શરૂૂ કરી છે.

Exit mobile version