Site icon Gujarat Mirror

દેશભરમાં મંદિરો પર આતંકી હુમલાનું તૈયબાનું ષડયંત્ર : એલર્ટ જાહેર

અયોધ્યા-મધુરા-વારાણસીના પ્રમુખ મંદિરોમાં IED બ્લાસ્ટથી હુમલો કરવામાં આવી શકે છે : ગુપ્તચર વિભાગનો દાવો

ભારતના લાલકિલ્લા ઉપરાંત અનેક મોટા ધર્મસ્થળો ઉપર લશ્કર એ તૈયબા દ્વારા Terrorist attack કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યાનું એલર્ટ ભારતીય એજન્સીઓએ આપ્યું છે. તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદની મસ્જીદમાં થયેલા બ્લાસ્ટનો બદલો લેવા આતંકીઓએ યોજના બનાવી હોવાનું જાહેર કર્યું છે.

ગુપ્તચર એજન્સીઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાં મુખ્ય આતંકવાદી ચેતવણી જારી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા અને અન્ય મોટા શહેરોમાં મુખ્ય મંદિરો નજીક બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ગુપ્તચર અહેવાલો અનુસાર, આતંકવાદી સંગઠનનો પ્રાથમિક ઉદ્દેશ્ય સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો અને ભીડવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને આતંક ફેલાવવાનો છે. લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં તેમજ અયોધ્યા, વારાણસી અને મથુરા જેવા શહેરોમાં પ્રખ્યાત મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આતંકવાદીઓ લાલ કિલ્લાની આસપાસના મંદિરો અને ગીચ વસ્તીવાળા ચાંદની ચોક વિસ્તારમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વડે હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. ચેતવણી મુજબ, આ શંકાસ્પદ કાવતરું 6 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં થયેલા તાજેતરના બોમ્બ વિસ્ફોટનો બદલો લેવાના પ્રયાસ સાથે જોડાયેલું છે, જેમાં લશ્કર-એ-તોયબાના કાર્યકરો ભારતમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે દેશભરના મુખ્ય મંદિરો સંભવિત લક્ષ્ય બની શકે છે.

માહિતી મળ્યા બાદ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં, ખાસ કરીને જૂની દિલ્હીમાં દેખરેખ વધારી દીધી છે. ધાર્મિક સ્થળો અને પ્રવાસન કેન્દ્રો નજીક વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગમાં વધારો કરવામાં આવ્યો છે, અને તોડફોડ વિરોધી તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Exit mobile version