ગુજરાત

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

Published

on

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત 6 લાખ વૃક્ષો વાવ્યા, હજુ 3.47 લાખનું વાવેતર કરવાનો લક્ષ્યાંક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 5મી જુન 2024 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે બુધ્ધ જયંતિ પાર્ક, નવી દિલ્હી ખાતે પ્રતિકરૂૂપે પીપળાTree plantationના વૃક્ષનું વાવેતર કરી એક પેડ માં કે નામ અભિયાનની શરૂૂઆત કરાવવામાં આવેલ. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહતમ સ્થળે ખાસ ઝુંબેશ સ્વરૂૂપે ધનિષ્ઠ વૃક્ષારોપણ કરવાનું આયોજન કરેલ છે. આ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ તા.17/09/2024ને મંગળવારના રોજ સમય સવારે 09:00 કલાકે સ્કાય ઇન્ફિનિટી પ્રોજેકટ સાઈટની બાજુનો ગાર્ડન હેતુ માટેનો પ્લોટ, સ્માર્ટ સીટી વિસ્તાર, અટલ સરોવરની બાજુમાં, રૈયા, રાજકોટ વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે.


સ્માર્ટ સીટી વિસ્તારમાં ધનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહાનુભાવો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, બાગ બગીચા અને ઝુ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહેશે.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં છેલ્લા 6(છ) માસ દરમ્યાન જુદા જુદા સ્થળોએ કુલ 6,00,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને જુદા સ્થળોએ કુલ 3,47,900 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, બાગ બગીચા અને યુસમિતિના ચિરમેન સલબેઝ સેલારા દ્વારા એક પેડ માં કે નામ”

વૃક્ષારોપણ કાર્યક્રમ સ્થળની વિગત
ક્રમ વોર્ડ નં. સ્થળ
1 2 એફ.પી.નં.જી-6, ભાવના સોસાયટી, કોમન પ્લોટ પાછળ, મોચીનગર સોસાયટી, શીતલ પાર્ક મેઈન રોડ, જામનગર રોડ
2 3 ખુદીરામ બોઝ ટાઉનશીપ પાછળ, પાણીના ટાંકા પાસે, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર મેઈન રોડ
3 4 માં ફ્લોરમિલ પાસે, નાથદ્વારા પાર્ક પાછળ, કુવાડવા-મોરબી 80 ફુટ રોડ પાસે,
4 9 ડેકોરા સ્કાયહિલ પાછળ, કાલાવડ રોડ, અવધ ઢારીયો, મુંજકા
5 11 જેટકો ચોકડીથી આગળ, કણકોટ રોડ, પાણીના ટાંકા પાછળ, 60 ફૂટ રોડ, મવડી
6 12 તપન હાઈટ્સ ગાર્ડન, સત્યમ હિલ્સ પાછળ, 80 ફૂટ રોડ, વાવડી
7 18 જીત ઇન્ડસ્ટ્રીઝ પાછળ, રિદ્ધી સિદ્ધી નેશનલ હાઈવે પાસે, સ્વાતિ પાર્ક મેઈન રોડ, કોઠારીયા
8 18 નવો 15 એમ.એલ.ડી. એસ.ટી.પી., નેશનલ હાઈવે પાસે, એનિમલ હોસ્ટેલની બાજુમાં, કોઠારીયા
9 18 તિરૂૂપતિ પમ્પીંગ સ્ટેશન, કોઠારીયા રોડ, કોઠારીયા
10 12 રાધેશ્યામ સાર્વજનિક ગૌશાળા પાસે, વાવડી પમ્પીંગ સ્ટેશન, ઢોલરા કાંગશ્યાળી રોડ, વાવડી
11 1 રૈયા 51 એમ.એલ.ડી. એસ.ટી.પી., સ્માર્ટ સીટી વિસ્તાર જીજાબાઇ ટાઉનશીપ પાસે, રૈયા
12 10 નીલ સિટી, નિસર્ગ બંગલો, એ.જી. સ્ટાફ ક્વાર્ટર્સ વાળો રોડ, યુનિ. પાસે, રૈયા
13 9 સ્માર્ટ સિટી વિસ્તાર
14 – નાકરાવાડી ડમ્પિંગ સાઈટ, નાકરાવાડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version