રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર અને CISFના અધિકારીની બદલી

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના તાજેતરમાં નવનિયુકત થયેલા ડિરેકટર ધનંજયકુમાર સિંઘને માત્ર 24 દિવસમાં જ તેમના પદ પરથી હટાવી ઇન્દોર ખાતે બદલી કરી તેમના સ્થાને સંજય…

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના તાજેતરમાં નવનિયુકત થયેલા ડિરેકટર ધનંજયકુમાર સિંઘને માત્ર 24 દિવસમાં જ તેમના પદ પરથી હટાવી ઇન્દોર ખાતે બદલી કરી તેમના સ્થાને સંજય અગ્રવાલને મુકવામાં આવ્યા છે, બીજી તરફ સીઆઈએસએફના ચીફ એરપોર્ટ સિક્યુરિટી ઓફિસર અમનદીપ સિરસ્વાની પણ તાત્કાલિક અસરથી કોલકતા બદલી કરવામાં આવી છે. રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર મહત્વના હોદા ઉપર ફરજ બજાવતા બે અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી થી ભારે ચર્ચા જાગી છે.

સતત વિવાદમાં રહેતા રાજકોટ હીરાસર એરપોર્ટના બે અધિકારીઓની બદલીમાં 28મી ઓક્ટોબરે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષીઓને ઉડાડવા માટે ફોડવામાં આવતા ફટાકડા ને કારણે એરપોર્ટના રનવે પાસેના ઘાસમાં આગ લાગી હતી,જેના કારણે દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટને વડોદરા ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી, આ ફ્લાઈટમાં સિવિલ એવિએશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી સમીરકુમાર સિંહા પણ હતા. જેઓ કેશોદમાં નિર્માણ પામી રહેલા નવા એરપોર્ટના ઇન્સ્પેક્શન માટે આવી રહ્યા હતા. જોકે તેમને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ સમયે કડવો અનુભવ થતા આ પ્રકારના કડક પગલાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ડાયરેક્ટ ડી.કે.સિંઘના ટૂંકા કાર્યકાળ દરમિયાન એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં જોખમી રીતે પાણી ભરાઈ ગયાનો વિડીયો પણ વાયરલ થયો હતો.

જોકે આ બંને ઘટનાઓ માટે સિવિલ ડિપાર્ટમેન્ટ જવાબદાર હોવા છતાં પણ એરપોર્ટ ડાયરેક્ટ સામે કડક પગલાં લેવામાં આવ્યા હોવાથી એરપોર્ટ સ્ટાફમાં ચર્ચાઈ રહ્યું છે, 12 ઓક્ટોબરના રોજ રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડિરેકટર તરીકે જામનગરના ધનંજયકુમાર સિંઘે ચાર્જ સાંભળ્યાના માત્ર 24 દિવસમાંજ તેમને પદ પરથી હટાવી તેમની ઇન્દોર ખાતે બદલી કરી દેવામાં આવી છે, અને તેમના સ્થાને નવા ડાયરેક્ટર તરીકે સીએનએસના વડા સંજય અગ્રવાલને ચાર્જ સોપાયો છે. બીજી તરફ રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ચીફ એરપોર્ટ સિક્યુરિટી ઓફિસરના મહત્વના પદ ઉપર ફરજ બજાવતા અમનદીપ સિરસ્વાની પણ તાત્કાલિક અસરથી કોલકતા બદલી કરી દેવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને અભિષેક મિશ્રાની નિયુક્તિ થઈ છે.

રનવે ઉપર આગ અને સુરક્ષા તોડી બે લોકોની ઘુસણખોરીના કારણે ભોગ લેવાયો
રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર મહત્વના હોદા ઉપર ફરજ બજાવતા બે અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી પાછળનું કારણ એવું છે કે, ગત તા 28મી ઓક્ટોબરે હીરાસર એરપોર્ટ પર પક્ષીઓને ઉડાડવા માટે ફોડવામાં આવતા ફટાકડા ને કારણે એરપોર્ટના રનવે પાસેના ઘાસમાં આગ લાગી હતી,જેના કારણે દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટને વડોદરા ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી, આ ફ્લાઈટમાં સિવિલ એવિએશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી સમીરકુમાર સિંહા પણ હતા, ફ્લાઇટના લેન્ડિંગ સમયે કડવો અનુભવ થતા નવનિયુકત થયેલા ડિરેકટર ધનંજયકુમાર સિંઘની બદલી કરવામાં આવી છે, બીજી તરફ ગત તા 6 સપ્ટેમ્બરના રોજ એરપોર્ટમાં પેસેન્જરને મુકવા આવેલ બે લોકો એરપોર્ટના ડીપાચર ગેઇટ નંબર 3 માંથી અંદર ઘુસી ગયા હતા જેના કારણે એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક હોવાનો રીપોર્ટ થયો હતો સીઆઈએસએફની ઉપસ્થિતી છતાં આ બનાવ બનતા એરપોર્ટના ચીફ સિક્યુરિટી ઓફિસર અમનદીપ સિરસ્વા સામે થયેલ રીપોટ બાદ તેમની પણ કોલકતા ખાતે બદલી કરવામાં આવી છે.