જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીની બદલી

રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના 72 જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર…

રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના 72 જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અંકિત પન્નુ ની બદલી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રાજય સરકાર તરફથી દીપેશ કેડિયાની જામનગર મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ની અમદાવાદ ખાતે નાયબ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને ભરૂૂચ થી શ્રી નિશા ની નવા ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજ્ય સરકારના આ બદલી આદેશોને પગલે જામનગરના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો નોંધાયા છે. નવા અધિકારીઓ આગામી દિવસોમાં ચાર્જ સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલી પ્રક્રિયાને વહીવટી ગતિશીલતા અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવાના ભાગરૂૂપે જોવામાં આવી રહી છે.