જામનગરમાં એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ

જામનગર નજીક રણજીતસાગર રોડ વિસ્તારમાં એકાદ સપ્તાહ પહેલાં એક રિસોર્ટમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છેઉનાળાની સીઝનમાં ફરીથી આવી દુર્ઘટના સર્જાય નહીં…

જામનગર નજીક રણજીતસાગર રોડ વિસ્તારમાં એકાદ સપ્તાહ પહેલાં એક રિસોર્ટમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છેઉનાળાની સીઝનમાં ફરીથી આવી દુર્ઘટના સર્જાય નહીં તે માટે જામનગર મહાનગર પાલિકાએ શહેર તેમજ હાઇવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટો અને રિસોર્ટોમાં વિશેષ ચકાસણી અભિયાન શરૂૂ કર્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદીની સૂચનાના આધારે ફાયર શાખા, એસ્ટેટ શાખા, ટીપીઓ બ્રાન્ચ તેમજ સંબંધિત વિભાગોની પંદરથી વધુ અધિકારીઓ-કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા છેલ્લા એક સપ્તાહથી સતત સર્વે અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન દરમિયાન ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ, ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિશામક સાધનો, સુરક્ષા વ્યવસ્થા તથા બિલ્ડિંગ નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. કુલ 40 હોટલ-રેસ્ટોરન્ટોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 23 સ્થળોએ જરૂૂરી સુવિધાઓ અને દસ્તાવેજો યોગ્ય હાલતમાં મળ્યા હતા.
જોકે બાકીના 18 હોટલ અને રેસ્ટોરન્ટોમાં સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ, ફાયર એનઓસીનો અભાવ અથવા જરૂૂરી મંજૂરીઓ ન હોવાના કારણે મહાનગરપાલિકાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ફાયર શાખાના અધિકારી અનવર ગજજણ અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી સંકલિત રીતે હાથ ધરવામાં આવી રહી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને આવનાર દિવસોમાં પણ આ પ્રકારની ચકાસણી અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

10 હોટલ- રેસ્ટોરન્ટને કરાર આધારિત ખોલી આપી
જામનગર મહાનગરપાલિકાની ફાયર સહિતની ટુકડી દ્વારા શીલ કરેલી 10 હોટલના સંચાલકોએ ફાયર સિસ્ટમ વગેરે ની કામગીરી કરાવવા માટેની સીલ ખોલી આપવા માંગણી કરવામાં આવી હતી, અને રૂૂપિયા 300 ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને આવી 10 હોટલોના સીલ કામ કરવાના ભાગરૂૂપે ખોલી અપાયા છે.