આમરણ નજીક અકસ્માતમાં સલાયાના બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત

સલાયાના બે આશાસ્પદ યુવાનોના આમરણ નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજતાં સમગ્ર સલાયા પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ સલાયાના બે મિત્રો…

સલાયાના બે આશાસ્પદ યુવાનોના આમરણ નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજતાં સમગ્ર સલાયા પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સલાયાના બે મિત્રો શબ્બીર ભોકલ અને મક્કદુમ ગજિયા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને માળીયા તરફથી બાઈક પરત સલાયા આવી રહ્યા હતા. તે દરમિયાન આમરણ નજીક રસ્તા પર અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાતાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમના કરુણ મોત નીપજ્યાં હતાં.

બંને યુવાનોના મૃતદેહ સલાયા લાવવામાં આવ્યા છે અને તેમની દફનવિધિ સલાયા ખાતે કરવામાં આવશે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. બે યુવાન મિત્રોના એકસાથે થયેલા અકાળ અવસાનથી સલાયામાં શોકનું મોજું ફરી વળ્યું છે.