કેશોદમાં દુષ્કર્મના બે આરોપીને આજીવન કેદ; રૂા.1-1 લાખનો દંડ

જૂનાગઢ કેશોદની બીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે યુવતી પર દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં બે આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2013માં…

જૂનાગઢ કેશોદની બીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે યુવતી પર દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં બે આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2013માં બનેલી આ ઘટનાના 13 વર્ષ બાદ આવેલા ચુકાદામાં અદાલતે બંને આરોપીઓને અલગ-અલગ રૂૂ. 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. દંડની રકમ સાથે બંને આરોપીઓને કુલ રૂૂ. 1 લાખનો દંડ ભરવાનો રહેશે.

ચુકાદો બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સંજય ધ્રુવકુમાર પાંડેએ આપ્યો હતો.ફરિયાદ મુજબ, 17 જૂનથી 28 જૂન, 2013 દરમિયાન આરોપી આરીફ ઉર્ફે અલ્તાફ અબ્દુલ બાપોદરા બાબરે યુવતીનો સંપર્ક કરી તેને પોતાની જાળમાં ફસાવી મોટરસાઇકલ પર લઈ ગયો હતો. ત્યારબાદ ગડુ-જડકાની સીમમાં અવાવરું સ્થળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાના પગલે યુવતી પોતાના ઘરે જવાને બદલે રેલવેના પાટા પર ચાલીને સોંદરડા ગામ નજીક પહોંચી હતી. ત્યારબાદ કેશોદમાં આવેલા પોતાના મકાનમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનારની જુબાની, તબીબી તપાસના અહેવાલો, એફ. એસ. એલ. તથા સેરોલોજીકલ રિપોર્ટ સહિતના પુરાવાઓ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યા બાદ અદાલતે બંને આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળનો દુષ્કર્મનો ગુનો નિ:શંકપણે પુરવાર માન્યો હતો.

જોકે, અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી તથા એટ્રોસિટી એક્ટ હેઠળના આક્ષેપો પુરવાર ન થતાં આ ગુનાઓમાંથી બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. સજાના હુકમમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડની રકમ નહીં ભરે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ અદાલતે કર્યો છે.