જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બેફિકાઈપૂર્વક વાહન હંકારી ટ્રાફિકને અડચણરૂૂપ બનતા તેમજ જાહેર માર્ગ ઉપર બેદરકારીપૂર્વક વાહનો ઉભા રાખી અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા શહેર તેમજ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ બત્રીસ જેટલા વાહનચાલકો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ખાસ કરીને હાઇવે તેમજ જાહેર માર્ગો ઉપર વાહનો અડચણરૂૂપ રીતે પાર્ક કરી અન્ય વાહનચાલકો માટે જોખમ ઉભું કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથો સાથ જાહેર માર્ગ પર નાસ્તાની રેકડીઓ ઉભી રાખી ટ્રાફિકને અડચણ રૂૂપ બનનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો ઉપર બેદરકારીપૂર્વક વાહન ચલાવવું કે ઉભું રાખવું ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ટ્રાફિક નિયમોનું પાલન થાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આવનારા દિવસોમાં પણ આવી ખાસ ડ્રાઇવ યથાવત રાખવામાં આવશે.
લાલપુર નજીક પડાણામાં પગપાળા ચાલી ને જતા એક વ્યક્તિનું જમીનપર પટકાતા મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં એક વ્યક્તિનું રસ્તા ઉપર ચાલતા જતા અચાનક પટકાઈ પડતાં મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ કાનાલુસ ગામ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ માનસંગભાઈ કનોજીયા ગઈ તા. 18 મેના રોજ સાંજના સમયે રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક પટકાઈ પડતાં બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમની તબિયત ગંભીર બનતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એ.ડી. નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
