Site icon Gujarat Mirror

જામનગરમાં ટ્રાફિક ઝુંબેશ મોડિફાઇડ, સાઈલેન્સરવાળા આઠ બૂલેટ ડિટેન

જામનગર શહેરમાં ખાસ કરીને દિવાળીના તહેવારોને લઈને ટ્રાફિકજામની ભારે સમસ્યા સર્જાતિ હોય છે, ત્યારે શહેરની ટ્રાફિક શાખા સક્રિય બની છે. અને ટ્રાફિક પી.આઇ. એમબી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ એચ ચૌવટ તેમજ સ્ટાફના મહેન્દ્રસિંહ ઝાલા, મનોહરસિંહ ઝાલા તથા અન્ય ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર શહેરમાં વિશેષ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર શહેરના મધ્ય સિટીના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થતો હોવાથી ટ્રાફિકની અલગ અલગ ટુકડીઓને દોડતી કરી દેવામાં આવી છે, અને ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં ખાસ કરીને બુલેટ મોટરસાઇકલમાં મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને ધૂમ સ્ટાઇલ થી કેટલાક બાઈક સવાર નીકળતા હોય છે, જેને લઈને ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ગઈકાલે સાંજે તેમજ મોડી રાત્રે વિષેશ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને અલગ અલગ વિસ્તારમાંથી મોડીફાઇડ સાઈલેન્સર વાળા આઠ બુલેટ ડીટેઇન કરી લેવામાં આવ્યા છે, અને તમામ વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય કેટલાક વાહનચાલકો પણ દંડાયા છે.

Exit mobile version