ઉપલેટાના મોટી પાનેલી ગામે હડકાયા ખૂંટિયાએ ઢીંકે ચડાવતા વેપારીનું મોત

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ વહેલી સવારે એક દર્દનાક ઘટના સામે આવી હતી ઘટનાના સંદર્ભે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાતા લોકોમાં ડર પેસી જતા લોકો…

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ વહેલી સવારે એક દર્દનાક ઘટના સામે આવી હતી ઘટનાના સંદર્ભે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાતા લોકોમાં ડર પેસી જતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા જેવી પરિસ્થિતિ સર્જાયેલ હતી મોટી પાનેલી જેવા મોટા ગામમાં ખુંટીયાઓ નો ભયંકર ત્રાસ છે ગામની મુખ્ય બજારોમાં કે શેરી ગલીમાં જ્યાં ત્યાં ખુંટીયાઓ અવાર નવાર કર્ફ્યુ જેવું વાતાવરણ ઉભું કરી ઘણાને ઢીંકે ચડાવે છે જેને લઈને અવાર નવાર નિર્દોસ લોકોને દવાખાના ના ધકા ખાવા પડે છે અવાર નવાર દુકાનદારો ના કે લારી વાળાઓ ને ખુંટીયા ના ત્રાસ થી નુકસાન સહન કરવું પડે છે તેમછતાં તંત્ર આંખ આડા કાન કરીને બેઠું રહે છે જેમાં આજે સવારે દર્દનાક ઘટના બનતા ગ્રામજનો માં ભારે ભય ફેલાયો છે વહેલી સવારે એક ખૂંટીયો હડકાયો થતા કોઠા પાસે દેવ દર્શને જતા એક લોહાણા બુઝૂર્ગ વેપારી વ્રજલાલ મોહનલાલ નથવાણી ઉમર 76 વર્ષને ઢીંકે ચડાવી ભયંકર રીતે બે ત્રણ વાર પછાડી દીધા હતા સ્થાનિકો એ વચ્ચે પડી બુઝૂર્ગ ને એક તરફ ઘસળી તાત્કાલિક સારવાર અર્થે ઉપલેટા મોકલી આપ્યા હતા.

બાદમાં રાજકોટ હોસ્પિટલ માં રીફર કર્યા પરંતુ બુઝર્ગ ને ખૂંટિયા ની ઢીક જીવલેણ નીકળી હતી બુઝૂર્ગ લોહાણા વેપારી નો જીવ ના બચી શકતા પરિવાર માં ઘેરા સોકની લાગણી પ્રસરી ગયેલ સાથેજ લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની જયંતિ નિમિતે રાખેલા કાર્યક્રમ સમૂહ ભોજન પ્રસાદ સહીત ના તમામ કાર્યક્રમ પણ રદ કરવામાં આવેલ છે. સાથેજ તંત્ર પાસે ગંભીર માંગ કરેલ છે કે મોટી પાનેલીને આવા આંતકી ખુંટીયા ઓ ના ત્રાસમાં થી તાત્કાલિક છુટકારો આપવો જેથી ભવિષ્ય માં આવી ગંભીર ઘટના ના બને. ઘટના બાદ પંચાયત ને બનાવની જાણ થતા ગ્રામજનો ને ચેતવણી માટે ગામમાં હડકાયા ખૂંટિયા થી ચેતવા માઈક દ્વારા જાણ કરવામાં આવેલ.