યુવકને ઉતાવળ કરવી ભારે પડી ; ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં બંને પગ કપાઇ ગયા

મધ્યપ્રદેશથી રાજકોટ બેડી યાર્ડમાં મજૂરી અર્થે આવતો શ્રમિક ટ્રેન ધીમી પડતા ઉતાવળ કરી નીચે ઉતરી રહ્યો હતો તે દરિમયાન અકસ્માતે નીચે પટકાતા પાટ્ટામાં ધુસી ગયો…

મધ્યપ્રદેશથી રાજકોટ બેડી યાર્ડમાં મજૂરી અર્થે આવતો શ્રમિક ટ્રેન ધીમી પડતા ઉતાવળ કરી નીચે ઉતરી રહ્યો હતો તે દરિમયાન અકસ્માતે નીચે પટકાતા પાટ્ટામાં ધુસી ગયો હતો. યુવકના બંને પગ કપાઇ જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મધ્યપ્રદેશમાં રહેતો રામચંદ્ર ગયાપ્રસાદ નામનો 25 વર્ષનો યુવાન જબલપુર -સોમનાથ ટ્રેનમાં બેસી રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં કામે આવતો હતો ત્યારે ભગવતીપરા બ્રીજ પર ટ્રેન ધીમી પડતા યુવાન ચાલુ ટ્રેને ઉતાવળ કરી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પટકાતા પાટ્ટામાં ધુસી ગયો હતો. યુવકના બંને પગ કપાઇ જતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.