મનપાના વેરામાં 10 ટકા વળતરનો કાલે છેલ્લો દિવસ, રવિવારે પણ કચેરી ચાલુ રહેશે

ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટરમાં બપોરે 2 વાગ્યા સુધી રોકડેથી વેરો સ્વિકારાશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:07-04-2026થી…

ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટરમાં બપોરે 2 વાગ્યા સુધી રોકડેથી વેરો સ્વિકારાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:07-04-2026થી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત શરૂૂ કરવામાં આવેલ છે. 10 ટકા વળતર યોજના માટે આવતીકાલે રવિવારે અંતિમ દિવસ હોય રજાના દિવસે પણ ત્રણેય ઝોન કચેરીનાં સિવિક સેન્ટરોમાં બપોરે 2 વાગ્યા સુધી રોકડેથી વેરા સ્વિકારવાની કામગીરી ચાલુ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન સેન્ટ્રલ ઝોન દ્વારા રૂૂ.68.80 કરોડ , વેસ્ટ ઝોન દ્વારા રૂૂ.102.94 કરોડ, ઈસ્ટ ઝોન દ્વારા રૂૂ.43.35 કરોડની વસુલાત થવા પામેલ છે.જેમાં કુલ 3,11,763 જેટલા મિલકતધારકોએ આ વળતર યોજનો લાભ લઈ,વેરાની ભરપાઈ કરેલ છે.

વળતર યોજના હેઠળ તા.31-05-2026 સુધી સામાન્ય કરદાતાઓને 10% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 15% ડિસ્કાઉન્ટ નું પ્રદાન કરવામાં આવે છે.ત્યાબાદ 1 જુન 2026 થી 30 જુન 2026 સુધી મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

તા.31 રવિવારના રોજ ત્રણેય ઝોનના સિવિક સેન્ટર સવારે 10:00 થી 2:00 સુધી મિલકતવેરાની વસુલાત માટે કાર્યરત રહેશે જ્યા મિલકતધારકો મિલકત વેરો રોકડેથી કે ચેકથી ભરપાઈ કરી શકશે. મિલકતવેરામાં 10%ના વળતરની યોજનાનો તા.31-05-2026ના રોજ પુરી થનાર હોઈ, શહેરના બાકી મિલકતધારકોને આ યોજનાનો લાભ લેવા આથી જાણ કરવામાં આવે છે.