કાલે પરિવર્તિની એકાદશી : વ્રત કરવાથી પાપોનો નાશ અને મોક્ષની થશે પ્રાપ્તિ

ભાદરવા સુદ અગિયારસ તારીખ: 22 સપ્ટેમ્બર 2026, મંગળવારનું પરિવર્તીની… પાર્શ્વ એકાદશી, પદ્મા એકાદશી અને જલ ઝુલણી એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીની બે મુખ્ય કથાઓના…

ભાદરવા સુદ અગિયારસ તારીખ: 22 સપ્ટેમ્બર 2026, મંગળવારનું પરિવર્તીની… પાર્શ્વ એકાદશી, પદ્મા એકાદશી અને જલ ઝુલણી એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીની બે મુખ્ય કથાઓના ભગવાનનું પડખું ફરવું દેવશયની એકાદશી થી ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં ક્ષીરસાગરમાં શેષનાગ પર યોગનિદ્રામાં પોઢે છે. ભાદરવા સુદ અગિયારસના દિવસે તેઓ નિદ્રામાં જ પડખું ફેરવે છે, એટલે પરિવર્તન થાય છે.

આથી આને પરિવર્તિની એકાદશી કહે છે અને વામન અવતાર : બીજી કથા પ્રમાણે ભાદરવા સુદ બારસના દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને રાજા બલીના અભિમાનનો નાશ કરી દેવતાઓને મુક્ત કર્યા હતા. આ પરિવર્તનની શરૂૂઆત અગિયારસથી જ થઈ, તેથી આ તિથિને વામન એકાદશી પણ કહેવાય છે. પદ્મ પુરાણમાં કહ્યું છે કે પડખું ફરતી વખતે ભગવાન અતિ પ્રસન્ન મુદ્રામાં હોય છે, ત્યારે સાચા મનથી માંગેલું વરદાન અવશ્ય મળે છે.

આ એકાદશીનું મહત્વ
આ વ્રત કરવાથી મન-શરીરની શુદ્ધિ, પાપોનો નાશ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ મનાય છે.
આ દિવસે કરેલું દાન, જપ, તપ હજાર ગણું ફળ આપે છે.
સુખ, સમૃદ્ધિ અને સંકટ નિવારણ માટે ઉત્તમ દિવસ છે.

પૂજા વિધિ
સવારે સ્નાન કરી નિત્યકર્મ કરવું
ભગવાન વિષ્ણુના વામન સ્વરૂૂપનું ધ્યાન કરો. જો વિષ્ણુની મૂર્તિ ન હોય તો બાલકૃષ્ણની પૂજા પણ ચાલે.
તુલસીપત્ર, ફૂલ, ચંદન, દીવો, ધૂપથી પૂજા કરો. નૈવેદ્યમાં ખાસ દહીં ધરાવો.
દિવસભર ઉપવાસ અથવા એકટાણું. લસણ-ડુંગળીનો ત્યાગ કરો.
બપોરે નિંદ્રાનો ત્યાગ, સાંજે કીર્તન, એકાદશી વ્રત કથા વાંચન અને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ. કરવું
(સંકલન શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન)