Site icon Gujarat Mirror

યુપી ટી-20 લીગમાં રિંકુ સિંહે 24 બોલમાં 55 રન ફટકાર્યા

રિંકુ સિંહ હાલમાં પોતાના સ્ટેટની ટી20 લીગમાં રમી રહ્યો છે. 19 ઓગ્સ્ટના રોજ તે લીગની સીઝનમાં પોતાની ત્રીજી મેચ રમવા ઉતર્યો હતો. આ મેચમાં તેમણે તબાહી મચાવી દીધી હતી. રિંકુ સિંહની વિસ્ફોટક ઈનિગ્સ ચાલું હતી અને મેચ અધવચ્ચે રોકી દેવામાં આવી હતી. મેચ રોકવામાં તો આવી પરંતુ ફરી શરુ કરવામાં આવી ન હતી અને રિંકુ સિંહને ટીમની વિજેતા જાહેર કરવામાં આવી હતી.યુપી ટી20 લીગ 2026માં રિંકુ સિંહની ટીમ મેરઠ માવરિક્સની મેચ લખનૌ ફાલ્કસ સામે હતી. આ મેચમાં લખનૌ ફાલ્કંસે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 6 વિકેટ પર 183 રન બનાવ્યા હતા.

તેના જવાબમાં રિંકુ સિંહની મેરઠ માવરિક્સની સામે 184 રનનો ટાર્ગેટ હતો. ટીમના ટોચના ત્રણ બેટ્સમેન સ્કોરબોર્ડમાં 25 રન ઉમેરાય તે પહેલાં જ આઉટ થઈ ગયા. જોકે, ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઈ. ટીમની ચોથી વિકેટ 74 રન પર પડી ગઈ. તે પછી, પાંચમો બેટ્સમેન થોડી જ વારમાં આઉટ થઈ ગયો. અડધી ટીમ ફક્ત 82 રન સાથે ડગઆઉટમાં પાછી ફરી, અને લક્ષ્ય હજુ દૂર હતો. હજુ 24 બોલમાં 55 રન બનાવી રિંકુ સિંહ રમી રહ્યો હતો. આ વચ્ચે મેચને રોકી દેવામાં આવી હતી. વરસાદના કારણે મેચ એખ વખત બંધ થયા પછી ફરી શરુ થઈ ન હતી. પરિણામ એ આવ્યું કે ડકવર્થ લુઈસના નિયમ હેઠળ રિંકુ સિંહની ટીમ વિજેતા જાહેર થઈ હતી.

Exit mobile version