ટોલ પ્લાઝા વસૂલાતમાં ગરબડ: EDના 7 રાજ્યોમાં 14 સ્થળે દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના વિવિધ ટોલ પ્લાઝા પર ટોલની છેતરપિંડીથી વસૂલાત સાથે જોડાયેલા…

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના વિવિધ ટોલ પ્લાઝા પર ટોલની છેતરપિંડીથી વસૂલાત સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, દિલ્હી-NCR અને પશ્ચિમ બંગાળમાં આશરે 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ બે પોલીસ એફઆઈઆરની નોંધ લીધા પછી, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી.

એફઆઈઆરમાં આરોપ છે કે ટોલ રસીદો જનરેટ કરવા માટે અનધિકૃત સોફ્ટવેર એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ટોલની આવક સત્તાવાર એકાઉન્ટિંગ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવી હતી. ED અધિકારીઓએ જણાવ્યું હતું કે ફોરેન્સિક તપાસ અને NHAI રેકોર્ડ્સે આવા સોફ્ટવેરના ઉપયોગની પુષ્ટિ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે આ દરોડાઓનો ઉદ્દેશ્ય ડિજિટલ અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાનો, લાભાર્થીઓને ઓળખવાનો અને ગુનાની આવક શોધી કાઢવાનો છે.