પતિ સહિતના સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ પીધું

પતિ, નણંદ અને સસરા વિરૂધ્ધ ફરિયાદ શહેરમાં આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું…

પતિ, નણંદ અને સસરા વિરૂધ્ધ ફરિયાદ

શહેરમાં આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે પરિણીતાએ પતિ, નણંદ અને સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કમાં રહેતી અર્ચનાબેન મીલનભાઈ જાદવાણી નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે અર્ચનાબેને પતિ મિલનભાઈ જાદવાણી, સસરા ચંદ્રેશભાઈ જાદવાણી અને નણંદ ચાંદનીબેન વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને જેમાં જણાવ્યું છે કે, પતિ મારકુટ કરે છે અને સસરા તેમજ નણંદ ત્રાસ આપે છે. પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું જણાવ્યું છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.