Site icon Gujarat Mirror

રમતા-રમતા ગેલેરીમાંથી નીચે પટકાયેલી ત્રણ વર્ષની બાળાનું મોત

શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિવશિક્ત પાર્કમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી પોતાના ઘરે રમતી હતી. ત્યારે અકસ્માતે રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાઇ હતી. ગંભીર રીતે ધવાયેલી માસુમ બાળકીનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિવશિક્ત પાર્કમાં રહેતા પરિવારની પ્રીયાબેન રાહુલભાઇ મંડલ નામની 3 વર્ષની માસુમ બાળકી બે દિવસ પૂર્વે સાંજના 6 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે અકસ્માતે ગેલેરીમાંથી નીચે પટકાઇ હતી. માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયા માસુમ બાળકીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકીના પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને મૃતક બાળકી બે ભાઇને એકની એક નાની બહેન હતી. માસુમ બાળકી રમતી હતી ત્યારે અકસ્માતે ગેલેરીમાંથી પટકાતા મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version