Site icon Gujarat Mirror

ચૂંટણી નજીક આવે ત્યારે ભાજપને UCC યાદ આવે છે: અમિત ચાવડા

 

ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે ગૃહમાં ’ગુજરાત સમાન નાગરિક સંહિતા (ઞઈઈ) 2026’ બિલ રજૂ કરવામાં આવ્યું. ગૃહમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પોતાનું ભાષણ શરૂૂ કરતાં સરકાર પર આક્રમક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, “જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને UCC યાદ આવે છે.” તેમણે આક્ષેપ કર્યો કે પેટ્રોલ-ડીઝલના પંપ પર લાંબી લાઈનો અને મોંઘવારીના મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.

ચાવડાએ વધુમાં કહ્યું કે, “જો આટલું મહત્વપૂર્ણ બિલ છે તો કમિટીમાં તમામ સમાજ અને ધર્મના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવ્યા હોત તો વધુ યોગ્ય બનત.” આજની ચર્ચા નિહાળવા માટે વિધાનસભામાં અનેક વરિષ્ઠ નેતાઓની હાજરી પણ નોંધપાત્ર રહી હતી. પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી આઈ કે જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ગૃહમાં હાજર રહ્યા હતા.

ભાજપના ઉપાધ્યક્ષ ભરત પંડયા ની હાજરી પણ નોંધાઈ હતી. આ વચ્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ માલધારી સમાજ મુદ્દે આપેલું મજબૂત નિવેદન રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ બન્યું. તેમણે જણાવ્યું કે ગીર, બરડા અને આલેચ વિસ્તારોના રબારી, ભરવાડ અને ચારણ સમાજને લઈને સરકાર નીતિગત નિર્ણયની દિશામાં આગળ વધી રહી છે અને STમાંથી OBCમાં સમાવેશ અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. આ રીતે આજે વિધાનસભામાં એક તરફ UCC બિલ પર સરકારનો જોરદાર બચાવ અને બીજી તરફ વિપક્ષનો તીખો વિરોધ જોવા મળ્યો હતો.

Exit mobile version