સસ્તા સોના-ડોલરના નામે ત્રણ લોકો સાથે રૂા.35 લાખની છેતરપિંડી

સંતાનોના લગ્ન હોવાથી સોનાના બિસ્કિટની માગણી કરતા અમેરિકા યુદ્ધનું બહાનું કાઢ્યું: ગઢડાના શખ્સ સામે ગુનો નોંધાયો, સકંજામાં લેવા તજવીજ સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાના અને ડોલરને…

સંતાનોના લગ્ન હોવાથી સોનાના બિસ્કિટની માગણી કરતા અમેરિકા યુદ્ધનું બહાનું કાઢ્યું: ગઢડાના શખ્સ સામે ગુનો નોંધાયો, સકંજામાં લેવા તજવીજ

સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાના અને ડોલરને ભારતીય કરન્સીમાં બદલાવવાના નામે ત્રણ જણાં સાથે રૂૂા.35.30 લાખની છેતરપિંડી કરવા અંગે કાળું માનસિંગભાઇ પઢીયાર (રહે. હસનવાડી શેરી નં.2, મૂળ જલાલપુર, તા.ગઢડા) વિરુદ્ધ બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

મળતી વિગતો મુજબ,માર્કેટ યાર્ડ પાછળ મચ્છાનગર મેઇન રોડ પર રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા કમલેશભાઇ મકવાણા (ઉ.વ.46)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 2025ની સાલમાં પાડોશમાં રહેતા ચંદ્રેશ પીઠડીયા મારફત આરોપી સાથે પરિચય થયો હતો. તે વખતે ચંદ્રેશે કહ્યું કે, આરોપી માતાજીના ભુવા છે. તેમનું માતાજીનુ અનુષ્ઠાન ચાલું છે. જેથી એક રૂૂમની જરૂૂર છે. પરિણામે આરોપીની ગાયોનો ચારો રાખવાના રૂૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.

પખવાડીયા પછી આરોપીએ કહ્યું કે, તેની પાસે સોનાનું 10 કિલોગ્રામ સુધીનું લાયસન્સ છે. દુબઇથી સસ્તા ભાવમાં સોનાના બિસ્કિટ આવે છે. આ પછી બે બિસ્કિટ બતાવ્યા હતા. જે બજાર ભાવ કરતા 50 ટકા સસ્તા હોવાનું કહ્યું હતું. 100 ગ્રામના એક બિસ્કિટનો ભાવ રૂૂા.8 લાખ કહ્યો હતો. બીજા દિવસે આરોપી પાસેથી બિસ્કિટ લઇ સોની વેપારીને બતાવ્યું હતું. જેણે બિસ્કિટ સાચું હોવાનું કહેતા આરોપી પાસેથી બે બિસ્કિટ માગ્યા હતા.

આરોપીએ સેમ્પલ માટે આપેલું બિસ્કિટ પરત લઇ લીધું હતું. એટલું જ નહીં એડવાન્સમાં પૈસા માગતા રૂૂા.1.20 લાખ તેના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. ઘણાં સમય સુધી આરોપીએ બિસ્કિટ નહીં આપતા પુછતાં કહ્યું કે, હાલ યુદ્ધની સ્થિતિ છે એટલે ઉપરથી માલ આવતો નથી. થોડી વાર લાગશે. આ માટે થોડા વધારે રૂૂપિયા આપવા પડશે તેમ કહેતા તેણે પત્નીના સોનાના હાર ઉપર લીધેલી લોનના રૂૂા.6.50 લાખ આપી દીધા હતા. થોડા દિવસ બાદ આરોપીએ ફરીથી ઉઘરાણી કરતા સંતાનોના લગ્ન માટે ભેગા કરેલા રૂૂા.5 લાખ આરોપીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.

સંતાનોના લગ્ન નજીક હોવાથી ફરીથી બિસ્કિટની માગણી કરતા આરોપીએ કહ્યું કે, અમેરિકાનું યુદ્ધ ચાલું છે એટલે ’સ્ટીમ્બર’ આવતું નથી. થોડા દિવસો બાદ કંડલા પોર્ટે બિસ્કિટ આવી ગયાનું કહી છોડાવવા માટે વધુ રૂૂા.2.40 લાખ લીધા હતા.

થોડા દિવસ બાદ બીજા રૂૂા.80 હજાર આપ્યા હતા. પરંતુ આરોપી બિસ્કિટ આપવાના બદલે વાયદા કરતો રહ્યો હતો. આખરે રૂૂા.10 લાખનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થયો હતો. એટલું જ નહીં આરોપીએ તેની ટાટા સફારી કાર રૂૂા.1 લાખમાં ખરીદી હતી. જેમાંથી રૂૂા.40 હજાર જ આપ્યા હતા.

આરોપીએ તેના સિવાય વિનયસિંહ દીલુભા જાડેજા (રહે. મુરલીધર કોમ્પલેક્ષ, રેલનગર) પાસેથી પણ સોનાના બિસ્કિટ આપવાના નામે રૂૂા.9.50 લાખ અને યાજ્ઞિાકભાઇ રમણીકભાઇ મોલીયા (રહે. રાજારામ સોસાયટી શેરી નં.4, સંતકબીર રોડ) પાસેથી ડોલરને ઇન્ડિયન કરન્સીમાં બદલાવવાના નામે રૂૂા.10 લાખ સામે રૂૂા.30 લાખ આપવાનું કહીં રૂૂા.9.30 લાખ લઇ લીધા હતા.હાલ આ મામલે પીએસઆઇ જેઠવા અને સ્ટાફે વધુ તપાસ શરૂૂ કરી છે.