Site icon Gujarat Mirror

અરજદારોની લાઈનો હવે નહીં લાગે: AI સિસ્ટમ થશે કાર્યરત

મનપાના રજૂ થયેલા બજેટમાં એઆઈ સેવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદદ્દે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, રોડ રસ્તા સહિતના કામો માટે એઆઈ મિકેનીઝમનો ઉપયોગ અનિવાર્ય છે. સાથો સાથ મનપાના સિવિક સેન્ટરો તેમજ અન્ય સ્થળે પણ એઆઈનો ઉપયોગ કરી લોકોની સમસ્યા હળવી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, ગત બજેટમાં પણ અમુક પ્રોજેક્ટમાં એઆઈનો ઉપયોગ અમલમાં મુકેલ અને હવે એઆઈ ફિચરમાં વધારો થયેલ હોય તેનો ઉપયોગ અનેક પ્રોજેક્ટોમાં થઈ શખે છે.

શહેરના રોડ રસ્તાઓની હાલત જાણવા તેમજ અન્ય પ્રોજેક્ટોમાં એઆઈ મીકેનીઝમનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં સૌથી વદુ મહાનગરપાલિકા સંચાલિત આધારકેન્દ્રો તથા જન્મ-મરણ વિભાગ અને સિવિક સેન્ટરો સહિતના સ્થળે લાગતી અરજદારોની લાઈનો હવે ભૂતકાળ બની જશે એઆઈ મારફતે અરજદારોને મોબાઈલ એપ મારફત ઘરબેઠા પોતાના કામ માટે જવાનો સમય તેમજ ક્યા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂરિયાતો સહિતનો ડેટા ઉપલબ્ધ થઈ જશે જેના લીધે અરજદારનો સમય બચશે અને એઆઈ સર્વિસ મારફત મળેલા સમય મુજબ પોતાનું કામ કરી શકશે જેના લીધે મનપાની અલગ અલગ સેવાઓમાં લાગતી અરજદારોની લાઈનો હવે જોવા નહીં મળે.

Exit mobile version