Site icon Gujarat Mirror

મોરબીના શનાળામાં પ્રૌઢા ઉપર મહિલા સહિત ત્રણનો હુમલો

ગોંડલમાં બેભાન હાલતમાં મળેલા પ્રૌઢનું મોત; વાલીવારસની શોધખોળ

મોરબીના શનાળા ગામે રહેતાં પ્રૌઢા ઉપર આઠ દિવસ પૂર્વે મહિલા સહિત ત્રણ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના શનાળા ગામે રહેતા સોનલબેન હકુભાઈ ડાભી (ઉ.50) આઠ દિવસ પૂર્વે પોતાના ઘર પાસે હતા ત્યારે ઘનો અને ભારતીબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. બીજા બનાવમાં ગોંડલમાં માંડવી ચોકમાંથી આશરે 45 વર્ષના પ્રૌઢ બે ભાન હાલતમાં મળી આવતાં સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક અજાણ્યા પ્રૌઢના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.

Exit mobile version