Site icon Gujarat Mirror

ફલેટમાં એ.સી. ફાટતાં પરિવારના ત્રણનાં મોત, પાલતુ કૂતરો પણ બચી ન શકયો

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં રવિવારે રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. ગ્રીન ફિલ્ડ કોલોની સ્થિત એક ફ્લેટમાં એસી વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઘરની અંદર હાજર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા, જ્યારે આ અકસ્માતમાં પરિવારનો પાલતુ કૂતરો પણ દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો.મૃતકોની ઓળખ પરિવારના વડા સચિન કપૂર, તેમની પત્ની રિંકુ કપૂર અને પુત્રી સુજાન કપૂર તરીકે થઈ છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, રાત્રે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ પછી ઘરમાંથી ધુમાડો અને આગ નીકળવા લાગી. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં આખો ફ્લેટ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ગૂંગળામણને કારણે ત્રણેય સભ્યોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે જ સમયે, પરિવારનો પાલતુ કૂતરો પણ બચી શક્યો ન હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂૂઆતની તપાસમાં આગનું કારણ એસી ફાટવાથી અને શોર્ટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવે છે. જોકે, વિગતવાર તપાસ બાદ જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

Exit mobile version