ઢેબર કોલોની ક્વોટર માં રહેતા શબાનાબેન અકબરભાઈ બાબુભાઈ(ઉ.વ.43)એ તેમના પાડોશમાં રહેતા યાસીન,અમિત ભુકેડા અને હાસીનનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
શાબનાબેને જણાવ્યું હતું કે,હું ગઈકાલે બપોરના મારા કામેથી મારા ઘરે ગઈ અને દિકરાને કહેલ કે શુ થયુ તો આ મારા દિકરાએ મને જણાવેલ કે હું ઘરે સુતો હતો ત્યારે મારો મિત્ર યાસીન મને બોલાવવા માટે આવેલ અને કહેલ કે હાલ મારી સાથે કામ છે એટલે હું તેની સાથે તેની એક્સેસમા બેસી ગયેલ અને આ મારો મિત્ર યાસીન મને અટીકા ફાટક સામે આવેલ બગીચે લઇ ગયેલ ત્યાં આ અમીત ભુકેડા અને હાસિમ કે જે અમારા ઘરની બાજુમાં જ રહે છે તે ત્યાં ઉભેલ હતા.ત્યારે આ અમિતે મને કહેલ કે તું કેમ મારી દિકરી પાસેથી ફોન લેવા માટે આવેલ તુ શું વાત કરે છો? મારી દિકરી સાથે ? આમ કહી અને મને ગાળો આપવા લાગ્યા હતા.
તુ ચાલ મારી સાથે દિકરી સાથે વાત કરવા મારે જાણવુ છે કે આમા તારો વાંક છે કે મારી દિકરીનો આમ કહી આ અમીતે મને યાસીનની એક્સેસ માં બેસાડેલ અને અમીતભાઇ મારી પાછળ બેસેલ અને આ એક્સેસ મા બેસાડેલ અને અમીતભાઈ મારી પાછળ બેસેલ અ ને આ હાસીમ તેનુ હોન્ડા લઇ અમારી સાથે આવેલ હતો.
બાદ આ યાસીને તેનુ એક્સેસ અમારા ઘરની બાજુમા આવેલ ઘોડાની ગમાણમા સામે ઉભી રાખેલ અને મને આ ગમાણમા લઇ ગયેલ. ત્યાં આ અમીતે મને કહેલ કે તું મારી દિકરી સાથે વાતો કરે છે.હવે જો હું તારા શું હાલ કરું છુ.
આમ કહી આ ઘોડાની ગમાણમા રહેલ લોખંડનો પાઇપ લઇ મને પગમા મારવા લાગેલ અને તેમની સાથે રહેલ મારો મિત્ર યાસીન અને હાસીમ મને મોઢે તથા શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ આમ આરોપીઓએ મારમાર્યો હતો.આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

