બનાવ સમયે સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતાં: વેપારીએ ઉધારી વસ્તુ આપવાનો ઈન્કાર કરતાં હુમલો કરાયો હતો
શહેરના રેલનગર વિસ્તારમાં એક શખસ દ્વારા પ્રોવિઝન સ્ટોરના સંચાલક પર ખુલ્લી તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી, વેપારીને હાથમાં કાંડાના ભાગે ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના ઈઈઝટ ફૂટેજ પણ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીની પત્નીને વેપારી દ્વારા ઉધારમાં વસ્તુ દેવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તલવાર લઇ વેપારી પર હુમલો કર્યો હતો.
આ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં આરોપી જયપાલસિંહ જાડેજા કોર્ટમાં હાજર થયાના પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.ફરિયાદી જેસીંગ હુંબલ (ઉ.વ.55)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતે સાધુવાસવાણી કુંજ રોડ પર પ્રમુખ પ્રોવિઝન સ્ટોર ચલાવી ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આરોપીના પત્ની તેમની દુકાને વસ્તુ ખરીદી કરવા માટે આવ્યા હતા. જોકે, આ વસ્તુ તેઓએ ઉધારી પર માંગી હતી પરંતુ, વેપારીએ ઉધારીમાં વસ્તુ આપવાનો ઇન્કાર કરતા આરોપી જયપાલસિંહ જાડેજા પોતે ખુલ્લી તલવાર લઇ દુકાન પર ઘસી આવી ઉધારીમાં વસ્તુ આપવા મનાઈ કેમ કરી કહી ગાળો આપી તલવાર વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર ઘટના મારી દુકાનના ઈઈઝટમાં પણ કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપી દ્વારા કેવી રીતે તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પોતે દુકાને હતા ત્યારે આરોપી જયપાલસિંહ જાડેજા ખુલ્લી તલવાર લઇ ઘસી આવ્યા હતા અને મને ગાળો આપી ધમકી આપવા લાગ્યા હતા. થોડી વાર બાદ રોષે ભરાયેલ આરોપી જયપાલસિંહ જાડેજાએ અચાનક મારા પર તલવાર ઉગામી હતી. મેં દુકાનમાં રહેલ બેટ વડે બચવા પ્રયાસ કર્યો હતો, જેમાં ચાર-પાંચ વખત તલવાર બેટ પર લાગી હતી અને એક વખત તલવાર મને ડાબા હાથના કાંડા પર લાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું અને હાથ ફેક્ચર થઇ ગયું હતું. જતા-જતા જાનથી મારી નાખવા ધમકી આપી હતી. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પીએસઆઈ આર.કે.ગોહિલ દ્વારા આરોપી જયપાલસિંહ જાડેજા વિરુદ્ધ ઇગજની કલમ 117(2), 352, 351(3), તથા જી પી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં જયપાલસિંહ જાડેજા કોર્ટમાં હાજર થયાનું જાણવા મળ્યું હતું. તેમ પોતે એડવોકેટ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

