જેતપુરમાં ઉઘરાણીના પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો

કારખાનામાં ઉઘરાણી માટે આલેલા પરપ્રાંતિય શખ્સને ઝઘડો કરતાં અટકાવનાર યુવાનને જ માર માર્યો જેતપુરના રામેશ્ર્વર એકસપોર્ટ નામના કારખાનામાં રહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતાં…

કારખાનામાં ઉઘરાણી માટે આલેલા પરપ્રાંતિય શખ્સને ઝઘડો કરતાં અટકાવનાર યુવાનને જ માર માર્યો

જેતપુરના રામેશ્ર્વર એકસપોર્ટ નામના કારખાનામાં રહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કારખાનામાં ઉઘરાણી માટે આવેલા પરપ્રાંતિય શખ્સો ઝઘડો કરતાં હોય જેને ઝઘડો કરતાં અટકાવનાર યુવાન ઉપર ખાર રાખીને ત્રણ શખ્સોએ તેને માર માર્યો હતો.

મળતી વિગતો મુજબ, જેતપુરનાં રામેશ્ર્વર એકસપોર્ટ નામના કારખાનામાં રહેતાં મુળ બિહારના મનોજ ઈન્દ્રજીત શર્મા (ઉ.21)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગંગાધર ગૌસ્વામી, આશીષ ગૌસ્વામી અને ડોમન નામના શખ્સનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મનોજ ગઈકાલે તેના કારખાને હતો ત્યારે બપોરે મધુવન કંપનીમાં કામ કરતો તેનો ઓળખીતો બીંદ નામનો શખ્સ ગંગાધર ગૌસ્વામી પાસે ઉઘરાણી માટે આવ્યો હતો અને બન્ને ઝઘડો કરતાં હોય ગંગાધર ગૌસ્વામીએ બીંદને માર માર્યો હતો. ત્યારે મનોજે બન્નેને છુટા પાડયા હતાં.

સાંજે મનોજ જ્યારે નોનવેજ લેવા જતો હતો ત્યારે કંપનીના ગેઈટ પાસે ગંગાધર ગૌસ્વામી, આશીષ અને ડોમેને રસ્તામાં રોકયો હતો અને તેના ઉપર હુમલો કરી દીધો હતો. આ ઘટના વખતે કોન્ટ્રાકટર લાલજીભાઈને ફોન કરી મનોજે ત્યાં બોલાવ્યા હતાં. ઈજાગ્રસ્ત મનોજને પ્રથમ જેતપુર અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ મામલે જેતપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.