રક્ષાબંધને ડુંગળી અને ખાંડની મોંઘી ભેટ

  રાજકોટ વોર્ડ નંબર15ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા કોંગ્રેસના રણજીત મુંધવા, આમ આદમી પાર્ટીના મહેશભાઈ બાંભવા સહિત માલધારી સમાજના આગેવાનોને રક્ષાબંધનની રાખડી બાંધવામાં…

 

રાજકોટ વોર્ડ નંબર15ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા કોંગ્રેસના રણજીત મુંધવા, આમ આદમી પાર્ટીના મહેશભાઈ બાંભવા સહિત માલધારી સમાજના આગેવાનોને રક્ષાબંધનની રાખડી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનોએ પણ અનોખી રીતે રિટર્ન ગિફ્ટ આપીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. કોમલબેન ભારાઈને ₹100ની કિંમતની 1 કિલો ખાંડ અને ₹70ની ડુંગળી ભેટ આપી હતી.

રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારના સમયે સતત વધી રહેલા ખાંડ અને ડુંગળીના ભાવ તરફ લોકોનું ધ્યાન દોરવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ખાંડના ભાવ વધવાથી પેંડા સહિતની મીઠાઈઓ મોંઘી બની રહી છે, જ્યારે ડુંગળીના વધતા ભાવથી સામાન્ય પરિવારના ઘરનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે. આ અનોખી રક્ષાબંધનની ઉજવણી દ્વારા મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને બહેનો-પરિવારોને પડી રહેલી મુશ્કેલીઓનો કટાક્ષાત્મક રીતે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.