Site icon Gujarat Mirror

દ્વારકામાં જૂના મનદુ:ખનો ખાર રાખી પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો

કલ્યાણપુરના ગઢકા ગામે છ જુગારીઓ ઝડપાયા: મહીલાઓને માર મારવા સબબ પાંચ સામે ફરિયાદ

દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે બજારમાંથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જુના મનદુ:ખનો ખાર રાખીને મહંમદહનીફ ઈશા ભેસલીયા, સબીર ગુલામ તથા સરફરાઝ તૈયબ ભેસલીયા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરીને તેમને ઢીકાપાટુનો તેમજ લાકડી વડે બેફામ માર મારી ઈજાઓ કર્યાની તથા ગાળો કાઢી તેમને તથા સાહેદ યાસ્મીનબેનને ઈજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

મહિલા પર હુમલો
દ્વારકામાં રહેતા સબાના સબીર ગુલામ ભેસલીયા નામના 24 વર્ષના મહિલા તેમના ઘરે હતા, ત્યારે જાકુબ હુસેન ભેસલીયા, જુમા હુસેન ભેસલીયા, હારુન જુમા, રેશમા રજાક અને યાસ્મીન જુમા ભેસલીયાએ બિભત્સ ગાળો કાઢી, છરીનો ઘા મારીને ઈજાઓ કર્યાની તથા તેમની સાથે સાહેદ સકીનાબેન તથા ફરિયાદી સબાનાબેનના નાના બહેનને પણ માર મારતા આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે બે મહિલાઓ સહિતમાં પાંચ આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

વિદેશી દારૂૂ સાથે બે ઝબ્બે
ખંભાળિયાના શક્તિ નગર વિસ્તારમાં રહેતા ચંદુ રવજી ઘેડીયા નામના 49 વર્ષના શખ્સને પોલીસે રૂૂપિયા 7,800 ની કિંમતની વિદેશી દારૂૂની 6 બોટલ સાથે તથા ઓખા મંડળના મીઠાપુર તાબેના ગઢેચી વિસ્તારમાં રહેતા એભાભા મંગાભા સુમણીયા (ઉ.વ. 29) ને પોલીસે રૂૂપિયા 3,000 ની કિંમતની વિદેશી દારૂૂની 10 નાની બોટલ (ચપલા) સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

જુગારીઓ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામેથી પોલીસે મોડી રાત્રિના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નાગા રામશી ચાવડા, દેવરામ ઉર્ફે ભગત ડાયા ડાભી, હિતેન્દ્રસિંહ ઈન્દુભા જાડેજા, ભરત કરસન રાઠોડ, હરદેવસિંહ ભીખુભા જાડેજા અને દિલીપ અશોક રાઠોડને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 11,540 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Exit mobile version