ગુજરાત

પિસ્તોલ સાથે પકડાયેલ વેપારી સાથે રહેલા ત્રણ મિત્રો પણ આરોપી બની ગયા

Published

on

મધ્યપ્રદેશ ફરવા ગયા અને પિસ્તોલ ખરીદી રાજકોટ આવતા એસઓજીએ ચાર શખ્સોને ઝડપી લીધા

દિવાળીના તહેવારો ઉપર મહારાષ્ટ્ર ફરવા ગયા બાદ મધ્યપ્રદેશથી પિસ્તોલ લઇને આવેલ ફૂટના વેપારી અને તેના ત્રણ મિત્રોને એસઓજીએ ઝડપી લીધા હતા પિસ્તોલ અને કાર્ટસ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. મિત્ર સાથે અન્ય ત્રણ વેપારી પણ આરોપી બની ગયા હતા.એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજા અને પીએસઆઈ આર.જે. કામળીયાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે લાલપરી નદીના પૂલ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થયેલી સ્વીફટ કારને અટકાવી તલાશી લેતા અંદરથી દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતાં.

તે સાથે જ કારમાં બેઠેલા સંદીપ સુદામાભાઈ નાવાણી (ઉ.વ.32, રહે. અર્પણ પાર્ક શેરી નં. 1, રેલનગર), અભય ઉર્ફે લાલો ચંદુભાઈ મારુનિયા (ઉ.વ.26, રહે. એકતા સોસાયટી શેરી નં.2, ભગવતીપરા), મયુર પ્રકાશભાઈ ટોલાણી (ઉ.વ.24, રહે. ગુરુજીનગર નજીક, રૈયા ગામ) અને વિક્કી ઉર્ફે અજય સુરેશભાઈ વધવા (ઉ.વ.25, રહે. ઋષિકેશ સોસાયટી શેરી નં. 3, રેલનગર)ની એસઓજીએ ધરપકડ કરી હથિયાર, કાર્ટીસ, કાર, ચાર મોબાઇલ કબ્જે કર્યા હતાં. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે ચારેય આરોપીઓ ફ્રૂટનો ધંધો કરે છે. અલગ-અલગ એરિયામાં ફ્રૂટની લારી ચલાવે છે. દિવાળીની રજા હોવાથી મહારાષ્ટ્રના ભૂસાવડમાં ફરવા ગયા હતા.

જ્યાં બે દિવસ રોકાયા બાદ મધ્યપ્રદેશની બોર્ડર પર આવતા કરનાલ ગામમાંથી આઝાદસિંગ નામના શખ્સ પાસેથી સંદીપે રૂૂા. 25 હજારમાં દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસની ખરીદી કરી હતી. પૂછપરછમાં સંદીપે એમ કહ્યું છે કે તે સાધુ વાસવાણી રોડ ઉપર ફ્રૂટની લારી ચલાવે છે. અવારનવાર બીજા વેપારીઓ સાથે માથાકૂટ થતી હોવાથી હથિયારની ખરીદી કરી હતી. જેને કારણે બાકીના ત્રણ શખ્સો પણ આરોપી બની ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાંથી એકથી બે આરોપીનો ગુનાઇત ઇતિહાસ હોવાની માહિતી એસઓજીને મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version