rajkot

સિંચાઇ પેટા વિભાગના કલાર્ક સહિત ત્રણ કર્મચારીને લાંચ કેસમાં 10-10 વર્ષની જેલ

Published

on

રાજકોટ જિલ્લા પંચાયતમાં સુપરવાઈઝરનું પ્રમોશન થતાં પગાર ડીફન્સના રૂા.40 હજારની ચુકવણી કરી આપવાના અવજ પેટે રૂ.4 હજારની લાંચ માંગવાના કેસમાં સિંચાઈ પેટા વિભાગમાં સીનીયર કલાર્ક સહિત ત્રણને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફરમાવ્યો છે.
આ કેસની હકકીત કેસની હકીકત મુજબ ફરિયાદી રતીલાલ પરશોતમભાઈ મહેતા વર્ષ 2003માં જિલ્લા પંચાયતના સિંચાઈ પેટા વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓને વર્ક આસીસ્ટન્ટ તરીકે પ્રમોશન મળ્યું હતું. આ પ્રમોશન મળતા તેઓને મળતા પગારના તફાવતની રકમ રૂા.41 હજાર સરકાર પાસેથી મળવાપાત્ર હતી. આ રકમ માટે ફરીયાદી રતીલાલે સિંચાઈ પેટા વિભાગના સીનીયર કર્લાક બાવાલાલ નાનજીભાઈ વિરાણીને રજુઆત કરતા તેઓએ તફાવતના બીલ પાસ કરી દીધેલ હતા પરંતુ આરોપી રતીલાલના જણાવ્યા મુજબ ફરીયાદીએ “વ્યવસ્થાના ભાગ રૂૂપે” 10 ટકા લેખે રૂૂા.4 હજારની રકમની માંગણી કરી હતી. આ મુજબની બાવાલાલ વિરાણીની માંગણી ઉપરાંત જિલ્લા પંચાયતની મુખ્ય કચેરીમાં સીનીયર કલાર્ક કિશોરભાઈ હકાભાઈ ઉધાસે પણ રૂૂા.500ની લાંચની માંગણી કરી હતી.
ફરીવાદી રતીલાલને એરીયર્સના નાણા સરકાર તરફથી ચુકવાઈ ગયેલ હોવા છતાં બન્ને આરોપીઓએ વારંવાર આ રકમની માંગણી કરી વ્યવહાર સમજવાની જીદ્દ કરી હતી.
આ લાંચની રકમ આપવામાં ન આવે તો ફરીયાદીને આરોપીઓએ જણાવેલ હતુ કે તેઓની બે મહિના બાદની પેન્શનની કાર્યવાહી આગળ ચાલશે નહીં. આથી ફરીયાદી રતીલાલે એસી.બી. કચેરીમાં ફરીયાદ નોંધાવતા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતુ તે દરમ્યાન આરોપી બાવાલાલ વિરાણી સમક્ષ ફરીયાદીએ પૈસા રજૂ કરતાં આરોપી વિરાણીએ આ રકમ સામે બેઠેલ સહકર્મી ધીરજલાલ ખીમજીભાઈ લીંબાસીયાને આપી દેવાનું જણાવતા લીંબાસીયાએ આ રકમ સ્વિકારી લીધેલી હતી. આ જ સમયે આ કચેરીમાં હાજર કિશોરભાઈ ઉધાસને પણ ફરીયાદીએ પંચની હાજરીમાં રૂૂા.500 ની નોટ આપતા તેઓ પણ આ રકમ સ્વિકારી લીધેલી હતી. આ રીતે આ બન્ને આરોપીઓને લાંચની માંગણી અને સ્વિકૃતી સબબ રેડીંગ ઓફિસરે ઝડપી લીધેલ હતા. તેમજ કિશોરભાઈ ઉઘાસને લાંચની રકમ સ્વિકારવામાં મદદગારી કરાતા તેઓને પણ એસી.બી. પાર્ટીએ ઝડપી લીધા હતા. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ
ખાસ અદાલતના જજ જે. ડી. સુથારે લાંચ કેસમાં ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવી દશ વર્ષની સખ્ત કંદની સજા અને પ્રત્યેકને રૂ.25 હજારનો દંડ ફરમાવ્યો છે.
આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version