ગુજરાત
બેટ દ્વારકામાં હનુમાન દાંડી રોડ પરથી દારૂ સાથે ત્રણ પકડાયા
42 દારૂની બોટલ સહિત અડધા લાખનો મુદ્દામાલ જપ્ત
બેટ દ્વારકામાં હનુમાન દાંડી રોડ પાસે શનિવારે રાત્રિના સમયે સ્થાનિક પી.આઈ. કે.એસ. પટેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પસાર થતા જી.જે. 37 એફ 8943 નંબરના એક એકટીવા મોટરસાયકલને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા તેમાંથી વિદેશી દારૂૂની જુદી-જુદી બ્રાન્ડની 11 બોટલ તેમજ 31 ચપલા સહિત કુલ 42 બોટલો મળી આવી હતી.
આથી પોલીસે રૂૂ. 10,832 ની કિંમતના પરપ્રાંતીય શરાબ તેમજ રૂૂ. 15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન અને રૂૂપિયા 30 હજારની કિંમતના એકટીવા મોટરસાયકલ સાથે રવિ માલાભાઈ ખાંભલા, સંજય સામજીભાઈ પરમાર અને વિવેક કિશોરભાઈ ધાવરીયા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી, કુલ રૂૂપિયા 55,832 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે બેટ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.