Site icon Gujarat Mirror

દ્વારકાના રૂપેણબંદર ખાતે ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઝડપાયા

દ્વારકાના રૂૂપેણબંદર ખાતે રહેણાંક વિસ્તારમાં ચાલતા અને જીવતા બોમ્બ સમાન ગેરકાયદેસર ગેસના રિફ્લિંગ કૌભાંડનો પોલીસે પર્દાફાસ કરી 61 ભરેલા – અડધા અને 138 ખાલી બાટલા સહિત રૂૂ. 3.48 લાખનો મુદામાલ કબ્જે લઈ ત્રણ શખ્સની અટકાયત કરી તેઓ સામે પોલીસે વિસ્ફોટક અધિનિયમ અને આવશ્યક ચીજ – વસ્તુ ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાના રૂૂપેણબંદર વિસ્તારમાં દાતારી ચોક પાસે પોલીસે દરોડો પાડ્યો હતો.

દરમિયાન અહી સહાદતહુસેન અલ્તાફહુસેન મલીક, મોહમદ મોહીનોદિન રહીમભાઈ શેખ, નઝીર રહીમ શેખ નામના ત્રણ શખ્સ જાહેરમાં આગ લાગે અથવા સળગી ઊઠે અને માણસોની જિંદગી જોખમાય તેવી રીતે બેદરકારીથી ગેરકાયદેસર ઘર વપરાશના ભરેલા બાટલામાંથી ગેસના ખાલી બાટલામાં રિફ્લિંગ કરી વેંચાણ કરતા હોઈ તેમજ કોઈ સુરક્ષાના સાધનો પણ ના હોઈ આથી પોલીસે ત્યાંથી કુલમળી 199 બાટલાનો જથ્થો મળી આવતા રૂૂ. 3.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્રણેય સામે ગુન્હો નોંધી અટકાયત કરી હતી આમ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા ગેસના બાટલાના રિફ્લિંગનો પર્દાફાસ કર્યો હતો.

Exit mobile version